કૃષિ સહાયનું પોર્ટલ આજથી ખૂલશે : ગામના VCE મારફતે ખેડૂત અરજી કરી શકશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
બોટાદ ગુજરાતમાં માવઠાંને પગલે 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોમાં નુકસાની સર્વે હાથ ધરાયો હતો. જેમાં બોટાદ જિલ્લામાં 87,367 ખેડૂત અને સુરેન્દ્રનગર જિલ્લાના 500 ગામોનો સમાવેશ થયો છે. જેની આજ 14 નવેમ્બરથી 15 દિવસ ઓનલાઇન અરજી શરૂ થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી નુકસાન ભોગવનાર ખેડૂતો માટે 9,815 કરોડ રૂપિયાનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે.
- Advertisement -
આ પેકેજનો લાભ મેળવવા માટે રાજ્ય સરકાર 14 નવેમ્બર શુક્રવાર બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ વિિંાંત://સિા.લીષફફિિ.ં લજ્ઞદ.શક્ષ કાર્યરત થશે. નુકસાનનો સર્વે-પંચ રોજકામ, અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરિય બેઠકો યોજીને તમામ પ્રક્રિયા એક અઠવાડિયામાં પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો છે.
માવઠામાં કપાસના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે નાઈટ્રોજનયુકત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવો. લીલા જીંડવા અવસ્થાએ વાદળછાયું વાતાવરણ હોય તો જીંડવાનાં સડાને અટકાવવા માટે કોપર ઓકસીકલોરાઈડ 50 ડબલ્યુપી-30 ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ 25 ઈસી-10 મીલી અથવા કાર્બેન્ડાઝીમ 50 વે.પા.-10 ગ્રામ ફુગનાશકને 10 લી. પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. મેટીરામ 55% + પાયરાક લોસ્ટ્રોબીન 5% ડબલ્યુજી-20 ગ્રામ 10લી.નો છંટકાવ કરવો.
અસરગ્રસ્ત ગામોનું અરજી માટે મેપીંગ કરાશે
- Advertisement -
પાત્રતા ધરાવતા ખેડૂતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું નહી કરવુ પડે
PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.
ચકાસણી બાદ તાત્કાલીક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરાશે.



