સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
તાજેતરમાં વિવાદિત માળખા જ્ઞાનવાપીના પરિસરના અજઈં સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો અને તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે હાલ જ્યાં ‘મસ્જિદ’ ઉભી છે ત્યાં અગાઉ ભવ્ય પ્રાચીન મંદિર સ્થિત હતું. 800 પાનાંના આ રિપોર્ટમાં આ બાબતને પુરવાર કરવા માટે વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે અને સાથે જ્ઞાનવાપીમાંથી મળી આવેલી કલાકૃતિઓ અને શિલ્પો વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ત્યાં પહેલાં ભગવાન શિવનું ભવ્ય મંદિર હતું.
રિપોર્ટમાં અન્ય એક બાબત જણાવવામાં આવી છે, જે ધ્યાન ખેંચે તેવી છે. અજઈંનો અહેવાલ જણાવે છે કે, મંદિર સાથે જોડાયેલાં અમુક પ્રાચીન શિલ્પો અને કલાકૃતિઓને જાણીજોઈને સંતાડી રાખવામાં આવ્યાં હતાં. આ શિલ્પો ભોંયરામાં રાખવામાં આવ્યાં હતાં અને તેને કાટમાળ અને દીવાલ વડે બંધ કરી દેવાયાં હતાં. અજઈં રિપોર્ટ મુજબ, ઇમારતના પૂર્વીય ભાગમાં કુલ છ ભોંયરાં છે. જેમાંથી 3 દક્ષિણ દિશામાં અને 3 ઉત્તર દિશામાં સ્થિત છે. ઉત્તર દિશામાં બીજાં 2 ભોંયતળિયાં છે.
રિપોર્ટ કહે છે કે, જ્યારે અગાઉના બાંધકામને (મંદિર) તોડીને તેમાં સુધારાવધારા કરીને તેને પૂર્વ તરફ લંબાવવામાં આવ્યું ત્યારે આ ભોંયતળિયા બનાવવામાં આવ્યાં હશે, જે જમીન સ્તરેથી નીચેની તરફ આવેલાં છે. આ ભોંયતળિયાંનો ઉપયોગ જુદા-જુદા હેતુઓ માટે કરવામાં આવતો હતો, જોકે મોટાભાગનાં સંપૂર્ણ કે અંશત: બંધ જ જોવા મળ્યાં હતાં. અભ્યાસ માટે અજઈંએ તમામની સાફસફાઈ કરાવી હતી અને તેમાંથી કાટમાળ દૂર કરાવ્યો હતો. ત્યારબાદ તપાસ કરતાં અજઈંની ટીમને મંદિર સંબંધિત શિલ્પો અને કલાકૃતિઓ મળી આવ્યાં હતાં.
સૌથી અગત્યનાં શિલ્પો દક્ષિણ ભાગે આવેલાં ભોંયતળિયાં જ1, જ2 અને જ3માંથી મળી આવ્યાં હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે. અજઈં કહે છે કે, જ1 અને જ2માં જાવા માટે કુલ 5 પ્રવેશદ્વાર છે, પરંતુ તમામ ઇંટ કે પથ્થરો વડે બ્લોક કરવામાં આવ્યાં હતાં. આ જ રીતે જ3નાં 4 પ્રવેશદ્વારો પણ માટી, પથ્થરો અને બાંધકામના સામાન વડે બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં. પ્રવેશદ્વારની સાફસફાઈ બાદ જ્યારે અજઈંની ટીમ જ3માં પહોંચી ત્યારે તેમણે જોયું કે તેમાં કોઇ ખાસ ઉદ્દેશ્ર્યથી માટી અને કાટમાળ ભરી રાખવામાં આવ્યાં હતાં. સિલીંગમાં કાણાં પાડવામાં આવ્યાં હતાં અને તેમાં પણ માટી ભરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ2 ભોંયતળિયાનો ઉપયોગ વાંસ, ટેરાકોટા, ધાતુનાં વાસણો, બારી-દરવાજા, બાંધકામનો સામાન વગેરેના સંગ્રહસ્થાન તરીકે કરવામાં આવ્યો હતો. આ સિવાય, પશ્ર્ચિમી દીવાલના પ્રવેશદ્વાર પાસે પણ બાંધકામનો ઘણો સામાન મળી આવ્યો હતો.
જ્યારે ભોંયતળિયામાંથી કાટમાળ દૂર કરવામાં આવ્યો ત્યારે જાણીજોઇને સંતાડવામાં આવેલી ઘણી ચીજવસ્તુઓ મળી આવી હતી. જેમાં એક લઘુ મંદિર, વિષ્ણુનું શિલ્પ, શૈવ દ્વારપાળ, હનુમાનજીની પ્રતિમા અને પથ્થરની અન્ય ચીજવસ્તુઓ સાથે ટેરાકોટાની મૂર્તિઓ પણ સામેલ હતી. અહીંથી મળી આવેલા એક લઘુમંદિરને લઈને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘દેવતાઓની મૂર્તિનું ચિત્રણ ધરાવતું એક લઘુ મંદિર એક ઉલ્લેખનીય શોધ ગણી શકાય.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ2 અને પશ્ર્ચિમી દીવાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં શિવલિંગ અને યોનિપટ્ટ મળી આવ્યાં હતાં. અહીંથી જ વિષ્ણુનાં 2 શિલ્પો પણ મળી આવ્યાં, જેમાંથી એક સંપૂર્ણ ચિત્ર દર્શાવે છે, જ્યારે બીજામાં માત્ર પરિકર હિસ્સો જોવા મળે છે, જે વિષ્ણુ બેઠા હોય તેવી આકૃતિ દર્શાવે છે.