રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરીથી જૂન સુધીમાં 2500 મૃતકને અગ્નિદાહ અપાયા
સરગમ કલબ દ્વારા 29 જૂનને રવિવારે અસ્થિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત શહેરના મધ્યમાં રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરીથી જૂન સુધીમાં 2500 મૃતકને અગ્નિદાહ અપાયા હતા. તેમનો અસ્થી પૂજનનો કાર્યક્રમ 29 જૂનને રવિવારે સવારે 8:30થી 10 વાગ્યા સુધી બ્રાહ્મણોએ શાસ્ત્ર વિધિ મુજબ મૃતકોના તમામ સ્વજનોની હાજરીમાં યોજાયો હતો. સરગમ ક્લબ 03 જુલાઇને ગુરુવારે આ તમામ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર મૂકામે સવારે 7 કલાકે હરકિપૌડી અસ્થિપૂજન ઘાટ ઉપર કરશે. દરેક મૃતક વ્યક્તિનું નામ બોલીને અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરાશે તેમ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું તેમજ સરગમ કલબના દરેક હોદેદાર સ્વખર્ચે અસ્થિનું વિસર્જન કરવા હરિદ્વાર જશે.
સમગ્ર અસ્થી પૂજનની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન નીચે અને મુક્તીધામના ઇન્ચાર્જ રમેશભાઈ અકબરી, અનવરભાઈ ઢેબા, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, ડો. પંકજભાઈ રાઠોડ, જયસુખભાઇ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઇ સોંલકી, દીપકભાઈ શાહ, રાખીલભાઈ વાછાણી સુરેશભાઇ દેત્રોજા, ગુણવંતભાઈ ભટ્ટ તેમજ ગીતાબેન હિરાણી, ડો. અલ્કાબેન ધામેલિયા જયશ્રીબેન વ્યાસ, હેતલબેન થડેશ્વર, નીતાબેન પરસાણા, હીનાબેન પારેખ, દિવ્યાબેન ઉમરાણીયા, ભાવિશાબેન મહેતા, વર્ષાબેન પટેલ, હેતલબેન જોબન્પુત્રા, દેવાંશીબેન શેઠ અને બંને કલબના તમામ કમિટી મેમ્બર વ્યવસ્થા સંભાળી છે.