ખાસ-ખબર સંવાદદાતા
ત્રણ કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના ચકચારી ગુનામાં આરોપીના આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરવાનો હુકમ ફરમાવ્યો છે. આરોપી અજયભાઈ ગઢીયાએ તેમના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.
આ કેસમાં થયેલ ફરિયાદની હકીકત મુજબ ફરિયાદી શૈલેષભાઈ ગાંડુભાઈ બોરીયા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી અજયભાઈ ભાઈચંદભાઈ ગઢીયા સામે આઈપીસી 406, 420 મુજબની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની ફરિયાદ મુજબ આરોપી દ્વારા આ કામના ફરિયાદીને સોદા થયેલા મુજબ સણોસરા ગામની બિનખેડવાણ જમીન ઉભા ઈમલા સહિતની જમીન સંબંધો વિશ્ર્વાસે દસ્તાવેજ કરી આપવામાં આવેલો હોય અને ફરિયાદીની અન્ય જમીનનો પણ સોદો થયો હોય પણ દસ્તાવેજ સિવાયની જમીન આરોપી ન લેવાના ઈરાદે ઇસ્યુ ઉભા થતાં આ કામના આરોપી દ્વારા તા. 17-12-21ના રોજ નોટરાઈઝ પ્રોમીસરી નોટ કરી આપી અને તેમાં બાકી રહેતાં રૂા. 3,30,00,000ના ચેક આપેલા હતા અને આ રકમ તા. 5-5-22 સુધીમાં આપી દેવાના રહેશે તે મતલબની પ્રોમીસરી નોટ બનાવી અને ફરિયાદીને આપવામાં આવેલા ચેક જે ફરિયાદી દ્વારા એક ચેક રૂા. 50,00,000 તથા બીજો ચેક રૂા. 1,30,00,000નો બેંકમાં નાખતા સ્ટોપ પેમેન્ટને કારણે ચેક રીટર્ન થયેલ હોય આમ આરોપી દ્વારા ફરિયાદીને ખરીદ કરેલ જમીન અંગે રૂપિયા ન આપી તેમજ પ્રોમીસરી નોટનું પાલન ન કરી અને આપેલ ચેક પણ રીટર્ન થયેલા હોય જેથી ફરિયાદી સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કરેલો હોવાની ફરિયાદ કરી હતી ત્યારે આરોપી અજયભાઈ ગઢીયાએ તેમના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરેલ હતી. અંશ ભારદ્વાજે દલીલ કરતાં જણાવ્યું હતું કે આખો બનાવ સિવિલ નેચરનો છે અને ફરિયાદીએ અરજદાર વિરૂદ્ધ ચેક રીર્ટનની કોઈ ફરિયાદ કરેલી નથી, જો ખરેખર આરોપીએ ચેક આપેલો હોય અને તે ચેક પરત ફરેલા હોય તો એન.આઈ. એક્ટ મુજબ ગુન્હો બને છતાં તેની કોઈ કાર્યવાહી કરતા નથી અને હાલની તદ્દન ખોટી ફરિયાદ કરેલી છે.
- Advertisement -
અરજદાર પક્ષની દલીલો તેમજ આ કામમાં અરજદારના એડવોકેટ દ્વારા રજૂ રાખેલ ગુજરાત હાઈકોર્ટ તેમજ ના. સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને રાખી નામદાર સેશન્સ કોર્ટે અરજદારને અમુક શરતોને આધીન આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલો હતો. આ કામના આરોપી અજય ભાઈચંદભાઈ ગઢીયા તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.