જે સંપ્રદાય આદિ શક્તિ એટલે કે દેવીની પૂજા કરે છે તેને શાક્ત કહેવામાં આવે છે. પ્રાચીન ભારતીય દેવસમુહમાં દેવતાઓની સાથે દેવીઓનું પણ મહત્વનું સ્થાન હતું અને પ્રાચીન સમયથી શક્તિ (દેવી)ની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં વૈષ્ણવ અને શૈવ ધર્મોની જેમ શાક્ત ધર્મ પણ ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. ધીરે ધીરે શક્તિ સાથે દુર્ગા, કાલી, ભવાની, ચામુંડા, રુદ્રાણી, લક્ષ્મી, સરસ્વતી વગેરે ઘણા નામો જોડાયા. સનાતન પરંપરામાં ત્રણ મુખ્ય સંપ્રદાય, વૈષ્ણવ, શૈવ અને શાક્ત. જેમાં શાક્ત સંપ્રદાયમાં, દેવી દુર્ગાને વિશ્વની સર્વોચ્ચ શક્તિ, આદિશક્તિ તરીકે સ્વીકારવામાં આવે છે તેમજ તેમને સર્જક, પાલનહાર અને સંહારકર્તા માનવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં દેવી માતાની પૂજાના પુરાવા છે. તેથી, શાક્ત સંપ્રદાય એ ભારતના સૌથી જૂના સંપ્રદાયોમાંનો એક છે તેમ કહી શકાય. શાક્ત પરંપરા શક્તિની ઉપાસનાનું વિજ્ઞાન છે. તેના અનુયાયીઓ આ પરંપરાને પ્રાચીન વૈદિક ધર્મ જેટલી જ પ્રાચીન માને છે. શાક્ત ધર્મનો વિકાસ વૈદિક ધર્મ સાથે અથવા તેને સનાતન ધર્મમાં તેના એકીકરણ કરવાની જરૂરિયાત સાથે થયો. હિન્દુ ધર્મમાં આ પૂજાનું મુખ્ય સ્વરૂપ છે. શાક્ત ધર્મનો શૈવ ધર્મ સાથે ગાઢ સંબંધ રહ્યો છે.
શિવની પત્ની પાર્વતી (ઉમા)ને જગજનની કહેવામાં આવે છે જે શાક્ત સંપ્રદાયની અધિષ્ઠાત્રી દેવી દુર્ગાનો આવિર્ભાવ, પરાશક્તિ છે. ભગવાન શિવની પત્ની માતા પાર્વતીને શક્તિ પણ કહેવામાં આવે છે. પાર્વતી જ સતી, દુર્ગા અને ભગવતી છે. શૈવવાદની જેમ, શાક્ત સંપ્રદાયની પ્રાચીનતા પણ પ્રાગૈતિહાસિક યુગમાં જાય છે. ઉપર કહ્યું તેમ, સિંધુ ખીણની સંસ્કૃતિમાં માતા દેવીની પૂજા વ્યાપકપણે પ્રચલિત હતી. ખોદકામ દરમિયાન દેવી માતાની અસંખ્ય મૂર્તિઓ મળી આવી હતી. તો વૈદિક સાહિત્ય અદિતિ, ઉષા, સરસ્વતી, શ્રી, લક્ષ્મી વગેરે દેવીઓ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે. ઋગ્વેદના દસમા અધ્યાયમાં આવેલાં દેવી સૂક્તમાં વાણીની અધિષ્ઠાત્રી દેવીની શક્તિની પૂજા કરવામાં આવી છે. દેવી કહે છે કે હું સમગ્ર વિશ્વની પ્રમુખ દેવતા છું, ભક્તોને સંપત્તિ આપનાર, જે બ્રહ્માને પોતાનાથી અવિભાજ્ય માને છે અને દેવતાઓમાં મુખ્ય છું. હું બધા ભૂતોમાં હાજર છું, વિવિધ જગ્યાએ રહેતા દેવતાઓ જે પણ કામ કરે છે તે મારા માટે જ કરે છે. તેવી જ રીતે અનેક રુચાઓમાં અદિતિને માતા તરીકે વર્ણવવામાં આવી છે. આ રુચાઓ અનુસાર, માતા, પિતા અને પુત્ર, બધા દેવતાઓ, પંચજન, ભૂત અને ભવિષ્ય બધા અદિતિ છે. વળી ઋગ્વેદમાં દેવી સરસ્વતીનો ઉલ્લેખ સૌભાગ્ય પ્રદાન કરનાર તરીકે છે. અહીં પૃથ્વીને પણ માતા સ્વરૂપ ગણવામાં આવી છે અને પુત્રો, સંપત્તિ અને મધુર શબ્દો મેળવવા અર્થે તેની સ્તુતિ કરવામાં આવી છે. આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ થાય છે કે શક્તિનું મહત્વ વૈદિક ઋષિઓએ સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું. શક્તિ ઉપાસનાના ઉદભવમાં વૈદિક અને બિન-વૈદિક બંને વલણોએ ફાળો આપ્યો છે. હિન્દુકુશ પર્વતોથી લઈને દક્ષિણ એશિયાના ટાપુઓ સુધી. દેવીના વિવિધ સ્વરૂપોના મંદિરો અને શક્તિપીઠો સમગ્ર ભારતમાં જોવા મળે છે. શાક્ત સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ ‘શ્રી દુર્ગા ભાગવત પુરાણ’ છે. ‘દુર્ગા સપ્તશતી’ પણ આ પુરાણનો એક ભાગ છે. આ પુસ્તકમાં 108 દેવીપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે.
- Advertisement -
ભીષ્મપર્વમાં વર્ણન છે કે કૃષ્ણની સલાહ પર અર્જુને યુદ્ધ જીતવા દેવી દુર્ગાની સ્તુતિ કરી હતી
તેમાંથી 51-52 શક્તિપીઠોનું વિશેષ મહત્વ છે. મા દુર્ગાના પ્રાચીન મંદિરોની સંખ્યા પણ હજારોમાં છે. દેવી ઉપનિષદના નામે એક ઉપનિષદ પણ લખવામાં આવ્યું હતું. દેવીના માહાત્મ્યનું વિસ્તૃત વર્ણન મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. મહાભારતના સમય સુધીમાં, શક્તિ સંપ્રદાયએ સમાજમાં મજબૂત આધાર મેળવી લીધો હતો. ભીષ્મપર્વમાં વર્ણન છે કે કૃષ્ણની સલાહ પર અર્જુને યુદ્ધ જીતવા માટે દેવી દુર્ગાની સ્તુતિ કરી હતી. અહીં એવું વર્ણન છે કે જે વ્યક્તિ સવારે શક્તિની પૂજા કરે છે તે યુદ્ધ જીતે છે અને દેવી લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે. વિરાટ પર્વમાં, યુધિષ્ઠિરે દેવીને વિંધ્યવાસિની, મહિષાસુરમર્દિની, યશોદાના ગર્ભમાંથી જન્મેલી, નારાયણની પ્રિય અને કૃષ્ણની બહેન કહીને તેમની સ્તુતિ કરી છે. એવું કહેવાય છે કે નંદગોપના કુળમાં યશોદાના ગર્ભમાંથી દેવીનો જન્મ થયો હતો. જ્યારે કંસે આ ક્ધયાને એક ખડક પર પટકી દીધી, ત્યારે તે આકાશમાંથી પસાર થઈને વિંધ્ય પર્વત પર સ્થાયી થઈ ગઈ. પુરાણોમાં પણ વિંધ્ય પર્વત પર દેવીનો વાસ હોવાના વર્ણન છે. માર્કંડેય પુરાણમાં દેવીની સ્તુતિ કરીને તેમના મહિમાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. દેવીને વિષ્ણુમાયા, બુદ્ધિ, નિંદ્રા, ભૂખ, છાયા, શક્તિ, તરસ, શાંતિ, લજ્જા, જાતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, વૃત્તિ, સ્મૃતિ, દયા, સંતોષના રૂપમાં તમામ જીવોમાં વિદ્યમાન હોવાનું વર્ણન કરીને તેમની સ્તુતિ કરવામાં આવી છે. આ શક્તિએ જ મહિષાસુરનો વધ કર્યો, જેના કારણે તે મહિષાસુરમર્દિની નામથી પ્રખ્યાત થયાં. માર્કંડેય પુરાણમાં દુર્ગાની કથા અને સ્તુતિ સંબંધિત દુર્ગાસપ્તશતી નામનો એક ભાગ છે જેમાં આ વર્ણન છે. અન્ય એક કથામાં કહેવાયું છે કે જ્યારે દેવતાઓ શુંભ અને નિશુમ્ભ જેવા રાક્ષસોથી પીડાતા હતા ત્યારે તેઓ હિમાલય પર્વત પર ગયા હતા અને દેવીને વિનંતી કરતાં પૂજા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈને દેવીએ સ્વયં પ્રગટ થઈને રાક્ષસોનો નાશ કર્યો.
દેવી અંબિકા, કાલી, ચામુંડા, કૌશિકી વગેરે નામોથી પ્રખ્યાત થયાં. ગુપ્તકાળમાં શાક્ત સંપ્રદાયનું નવું સ્વરૂપ દેખાય છે. નાચના-કુઠારમાં પાર્વતીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં દુર્ગા, ગંગા, યમુના વગેરેની મૂર્તિઓ મળી આવે છે. ગંગા અને યમુનાના ચિહ્નો ગુપ્તકાળના મંદિરોના દરવાજા પર જોવા મળે છે.આ સમયગાળા દરમિયાન વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયોના સમન્વયથી નાથ સંપ્રદાય અને નવો શાક્ત સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. તેથી જ નાથ અને શાક્તોમાં કેટલીક શાખાઓ વૈષ્ણવ ધર્મ અને કેટલીક તાંત્રિક ધર્મને અનુસરે છે.ગુપ્તકાળ દરમિયાન, શાક્ત સંપ્રદાય ઉત્તર-પૂર્વ ભારત, કંબોડિયા, જાવા, બોર્નિયો અને મલાયા વગેરેમાં લોકપ્રિય હતો. ભારતમાં શાક્ત ધર્મ કાશ્મીર, દક્ષિણ ભારત, આસામ અને બંગાળમાં વધુ પ્રચલિત હતો. વૈષ્ણવ સંપ્રદાય પર શાક્ત સંપ્રદાયના પ્રભાવને કારણે વ્રજ ક્ષેત્રમાં શક્તિ ઉપાસના થવા લાગી. વ્રજ ક્ષેત્રમાં મહામાયા, મહાવિદ્યા, કરૌલી, સાંચોલી વગેરે જેવી પ્રસિદ્ધ શક્તિપીઠો આવેલી છે. હર્ષકાળમાં પણ શક્તિપૂજા વ્યાપકપણે પ્રચલિત હતી. હર્ષચરિતમાં ઘણી જગ્યાએ દુર્ગાદેવીની પૂજાનો ઉલ્લેખ છે. હ્યુએનત્સાંગનું વર્ણન દર્શાવે છે કે તે સમયે દુર્ગા દેવીની પૂજા અત્યંત લોકપ્રિય હતી. દેવી ઉપાસના પૂર્વ મધ્યકાળમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. દેવીના મોટાભાગના મંદિરો આ યુગમાં બંધાયેલા છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં ભેડાઘાટ પાસે ચૌસઠ જોગણી (યોગિની)નું મંદિર છે, જ્યાં નવમી-દસમી સદીમાં બનેલી, દુર્ગા અને સપ્તમાત્રિકાની અનેકો મૂર્તિઓ છે. દેવીની મૂર્તિઓ અને તેમની પૂજા સંબંધિત લેખો ખજુરાહો, ઓરિસ્સા, રાજસ્થાન વગેરેના વિવિધ ભાગોમાં જોવા મળે છે. પ્રારંભિક મધ્યયુગીન કાળની સાહિત્ય અને વિદેશી લેખકોએ દેવીના મંદિરો અને તેમની પૂજાનો ઉલ્લેખ કર્યો છે. કલ્હનનું વર્ણન દર્શાવે છે કે ગૌઙ નરેશના અનુયાયીઓ શારદા દેવીના દર્શન કરવા કાશ્મીર આવ્યા હતા. અબુલ ફઝલે પણ શારદા દેવીના મંદિરનું વર્ણન કર્યું છે.
- Advertisement -
પ્રારંભિક મધ્યયુગીન સમયગાળા સુધીમાં, શાક્ત ધર્મ સંપૂર્ણપણે તાંત્રિકવાદથી પ્રભાવિત થયો અને શાક્ત-તાંત્રિક વિચારધારા સમાજમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. બૌદ્ધ ધર્મ, કાશ્મીર શૈવવાદ, વૈષ્ણવ, જૈન ધર્મ વગેરે તમામ ધર્મો શાક્ત-તાંત્રિક વિચારધારાથી પ્રભાવિત થયા અને તંત્ર-મંત્રોમાં લોકોની શ્રદ્ધા પ્રબળ બની. જૈન ધર્મના સચિવા દેવીની પૂજા શાક્ત પરંપરા મુજબ થવા લાગી અને કેટલાક જૈન આચાર્યોએ ચોસઠ યોગિનીઓને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો દાવો કર્યો. શ્રી હર્ષે તેમના પુસ્તક ’નૈષધચરિત’માં સરસ્વતી મંત્રનું મહત્વ દર્શાવ્યું હતું, જ્યારે ગુજરાતના ચૌલુક્ય શાસક કુમારપાલ જૈનને નમસ્કાર મંત્રમાં અતૂટ શ્રદ્ધા હતી. તેમનું માનવું હતું કે આ મંત્રના કારણે તેમને દરેક જગ્યાએ સફળતા મળી છે. તાંત્રિકવાદના વધતા પ્રભાવને પરિણામે સમાજમાં અનેક અંધશ્રદ્ધાઓ પ્રબળ બની. પરંતુ હિંદુ સામાજિક અને સાંસ્કૃતિક વિચારધારાને તંત્રવાદથી કેટલાક લાભો પણ મળ્યા. મહિલાઓની સ્થિતિ સુધારવામાં અને જાતિ વ્યવસ્થાની માન્યતાને શિથિલ કરવામાં તાંત્રિક વિચારધારાનો થોડો ફાળો હતો. શાક્ત-તાંત્રિક માન્યતામાં, એક જ દેવતાની પૂજા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ વિચારધારાએ પ્રારંભિક મધ્યયુગમાં ભક્તિ ચળવળને વેગ આપ્યો. તાંત્રિક સહજયાનમાંથી નાથ સંપ્રદાયનો ઉદ્ભવ થયો, જેણે મધ્યકાલીન સમયગાળામાં કબીર, દાદુ, નાનક વગેરે સંતો માટે માર્ગ મોકળો કર્યો.
માર્કંડેય પુરાણ: દેવીને વિષ્ણુમાયા, બુદ્ધિ, નિંદ્રા, ભૂખ, છાયા, શક્તિ, તરસ, શાંતિ, લજ્જા, જાતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, વૃત્તિ, સ્મૃતિ, દયા, સંતોષના રૂપમાં તમામ જીવોમાં વિદ્યમાન હોવાનું વર્ણન કરીને તેમની સ્તુતિ કરવામાં આવી છે