વિશ્ર્વભરના તમામ વિઝા અરજદારોમાં 10%થી વધારે ભારતીય
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેના વાણિજ્ય દૂતાવાસે ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે 1.40 લાખથી વધારે સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ કર્યા છે. અમેરિકન વિદેશ વિભાગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ એક રેકોર્ડ હતો. તેણે જણાવ્યું હતું કે આ સમય દરમિયાન સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વૈશ્વિક સ્તર પર એક કરોડથી વધારે બિન-અપ્રવાસી વિઝા ઇશ્યૂ કર્યા હતા તે પણ લગભગ એક રેકોર્ડ છે. વિશ્વના અડધા અમેરિકન દૂતાવાસોએ અને વાણિજ્ય દૂતાવાસોએ પહેલેથી જ વધારે બિન-અપ્રવાસી વિઝા પર ફેંસલો આપ્યો છે. એક નિવેદનમાં જણાવાયું હતું કે આ ઉપરાંત અમેરિકન દૂતાવાસે વ્યાપાર અને પર્યટન માટે લગભગ 80 લાખ વિઝિટર વિઝા ઇશ્યૂ કર્યા હતાં કે જે 2015 બાદ કોઈપણ નાણાકીય વર્ષની તુલનાએ વધારે છે. આ ઉપરાંત અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોએ છ લાખથી વધારે સ્ટુડન્ટ વિઝા ઇશ્યૂ કર્યા હતા કે જે નાણાકીય વર્ષ 2017 પછી કોઈપણ વર્ષ કરતા સૌથી વધારે સંખ્યા છે. નિવેદનમાં જણાવાયું હતું કે ઇનોવેટિવ સોલ્યુશન્સના કારણે આમ શક્ય બન્યું હતું.
- Advertisement -
ભારત ખાતેના અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાછલા વર્ષે 12 લાખથી વધારે ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ ખેડયો હતો, જેને પરિણામે તે વિશ્વમાં સૌથી મજબૂત યાત્રા સંબંધમાનું એક બની ગયું છે.
વિઝિટર વિઝા ઇશ્યૂ 2015 બાદ કોઈપણ નાણાકીય વર્ષની તુલનાએ વધારે
વિઝા અરજદારોમાં 10% ભારતીય
અમેરિકન એમ્બેસીએ જણાવ્યું હતું કે હવે વિશ્વભરના તમામ વિઝા અરજદારોમાં 10 ટકાથી વધારે ભારતીય છે. જેમાં તમામ સ્ટુડન્ટ વિઝા માટેના અરજદારોની વાત કરીએ તો તેમાં ભારતીયોની ટકાવારી 20 ટકા છે અને એચએન્ડએલ કેટેગરી(રોજગાર) વિઝા અરજદારોમાં 65 ટકા ભારતીય છે. અમેરિકા આ વૃદ્ધિનું સ્વાગત કરે છે.
- Advertisement -