દેશભરમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી ધૂમ ચાલી રહી છે. મુંબઇના લાલબાગના રાજાનું લોકોને અનેરૂ આકર્ષણ હોય છે. રોજના લાખો લોકો અહીં બાપ્પાના આશિર્વાદ લેવા આવે છે. કહેવાય છે કે અહીં બાપ્પા પાસે જે માગવામાં આવે તે મનોકામના તમારી પૂરી થાય છે. બાપ્પાના દરબારમાં શુક્રવારે રાત્રે એશિયાના સૌથી અમીર વ્યક્તિ, અબજોપતિ મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. તેમણે અહીં ભગવાન ગણેશજીની પૂજા કરી હતી, આ દરમિયાન તેમની સાથે તેમના પુત્ર અનંત અંબાણી અને નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી. એટલું જ નહીં પુત્રવધૂ શ્લોકા મહેતા પણ તેમની સાથે હતી.
મુકેશ અંબાણીએ લાલબાગના રાજાની હાથ જોડીપૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા હતા અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમની સાથે હાજર રહેલા પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા પણ સંપૂર્ણ રીતે ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા. ભગવાન ગણેશની પૂજા કર્યા પછી, તેઓ તેમના પરિવાર સાથે કડક સુરક્ષા હેઠળ એન્ટિલિયા જવા રવાના થયા હતા. મુકેશ અંબાણીના પરિવાર સાથે લાલબાગના રાજાના દરબારમાં પહોંચતા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
- Advertisement -
રાધિકા અને તેની ભાભી શ્લોકાએ સાદા પોશાકમાં સૌના દિલ જીતી લીધા હતા. તેમનો સાદો દેખાવ જોઈને લાગતું ન હતું કે તેઓ આટલા સમૃદ્ધ પરિવારની પુત્રવધુઓ છે. મુકેશ અંબાણીએ હંમેશની જેમ ગોલ્ડન ફુલ સ્લીવ્સ સિલ્ક કુર્તો અને સફેદ પાયજામાને મરૂન બંધગાલા જેકેટ સાથે સ્ટાઇલ કર્યો હતો અને કોલ્હાપુરી ચપ્પલ સાથે તેમનો દેશી લુક પૂર્ણ કર્યો હતો.
રાધિકા અહીં વાદળી રંગના કુર્તા સેટમાં જોવા મળી રહી છે. જેના પર ગુલાબી ફૂલ પ્રિન્ટ અને પિંક લહેરિયા લાઇનિંગ હતી. સાથે તેણે મેચિંગ દુપટ્ટાને સ્ટાઇલ કર્યો હતો. પગમાં હજારોની કિંમતના હર્મેસ ઓરાનની બ્લુ ચંપલ પહેર્યા હતા. તેણે વાળ અડધા પિન કર્યા હતા અને સરળ મેકઅપ સાથે તેણે લુક કંપ્લીટ કર્યો હતો.
શ્લોકાએ ઓરેન્જ કલરના ગોલ્ડન બુટીઝવાળા સૂટ અને ગોલ્ડન પલાઝો સાથએ અને ઓરેન્જ નેટવાળો દુપટ્ટો પહેર્યો હતો. ગોલ્ડન ચંપલ અને ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ અને જ્વેલરી સાથે લુક કંપ્લીટ કર્યો હતો.