હિન્દુ પક્ષના ધારાશાસ્ત્રીને પાકિસ્તાનના નંબર પરથી ફોન આવ્યો: તપાસના આદેશ
દેશમાં ફરી શરૂ થયેલા બોમ્બ વિસ્ફોટની ધમકીના સીલસીલામાં અલ્હાબાદ હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાઇકોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ધમકીમાં મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદને પણ સાંકળી લેવામાં આવ્યું હતું અને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનના નામે આ ધમકી મોકલવામાં આવી હતી.
- Advertisement -
તે કૃષ્ણ જન્મભૂમિ વિરુધ્ધ શાહી મસ્જીદ ઇદગાહના કેસમાં ધારાશાસ્ત્રી તરીકે રહેલા આષુતોશ પાંડેના મોબાઇલ પર પાકિસ્તાનના નંબરથી આ ધમકી આપવામાં આવી હતી અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો ઇદગાહ શાહી મસ્જીદ પર દાવો કરવામાં આવશે તો હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાશે.
જેમાં ફોન કરનારે બાદમાં અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કર્યો હતો. આ અંગે તેઓએ પોલીસને જાણ કરતાં જ તેમની અને હાઇકોર્ટની સુરક્ષા વધારી દેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ સ્થાન પર ઇદગાહ મસ્જીદ ઉભી કરવામાં આવી હતી અને તેનો વિવાદ હાલ કોર્ટમાં ચાલે છે.