તેની ઉત્પતિ માનવ પ્રજાઓ અને ખંડોના ભૌગોલિક વિભાજન પહેલાની છે!
વિશ્વમાં આઠ અજાયબી હોવાનું કહેવાય છે પણ આમ કહેવું એ વાસ્તવમાં અનંત અગણિત અજાયબીઓને જન્મ આપનાર પ્રકૃતિના અપમાન બરાબર છે. એકલા આફ્રિકામાં જ પ્રકૃતિ સર્જિત હજારો અજાયબીઓ છે. અતી વિશાળ બાઓબાબ વૃક્ષ તેમાંનું એક છે. બાઓબાબ વૃક્ષ આફ્રિકા ખંડની પહેચાન છે. આફ્રિકાના અનેક અનેક પરંપરાગત ઉપચાર ઉપાય અને લોકકથાઓના તે કેન્દ્રમાં છે. બાઓબાબનો ઈતિહાસ તપાસીએ તો તે એક પ્રાગૈતિહાસિક પ્રજાતિનું વૃક્ષ છે. તેની ઉત્પતિ કમ સે કમ 20 કરોડ વર્ષ જૂની છે. આમ તેનું અસ્તિત્વ પૃથ્વી પરની માનવ પ્રજા અને ખંડોના પણ વિભાજન પહેલાંનું છે. તે એ આફ્રિકન સવાન્નાહના વતની છે જ્યાં આબોહવા અત્યંત સૂકી છે.
- Advertisement -
તે એવા પ્રદેશના જીવન અને સકારાત્મકતાનું પ્રતીક છે જ્યાં બહુ જૂજ વનસ્પતિઓ પાંગરી શકે છે. થોડું ખીલી શકે છે. સમય જતાં, બાઓબાબ તેના પર્યાવરણને અનુકૂળ થઈ ગયા છે. તે રસદાર છે. વરસાદની ઋતુ દરમિયાન તે તેના વિશાળ થડમાં પાણીને શોષી લે છે અને સંગ્રહિત કરે છે. તેનું થડ 15000 લીટર જેટલા પાણીનો સંગ્રહ કરે છે. પાણીના સંગ્રહની જ્યાં કોઈ ઓપચારિક કે માનવસર્જિત સુવિધા નથી ત્યાં આ બાબત આશીર્વાદરૂપ બની રહે છે. જ્યારે આજુબાજુ વાતાવરણ શુષ્ક હોય ત્યારે તે તેને પોષક તત્ત્વોથી ભરપૂર ફળ ઉત્પન્ન કરવામાં સક્ષમ બનાવે છે. આ રીતે તે “જીવનના વૃક્ષ” તરીકેની નામના પામ્યું છે.
બાઓબાબ વૃક્ષો 32 આફ્રિકન દેશોમાં થાય છે. તેનું સરેરાશ આયુષ્ય 5,000 વર્ષ જેટલું હોય છે. તે 30 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે અને તેનો પરિઘમાં 50 મીટર સુધીનો હોય શકે છે. બાઓબાબ વૃક્ષો પ્રાણીઓ અને મનુષ્યો માટે આશ્રય, ખોરાક અને પાણીનો આધારભૂત સ્ત્રોત બની રહે છે તેથી જ ઘણા સવાન્ના સમુદાયોએ બાઓબાબ વૃક્ષોની નજીક પોતાના ઘરો બનાવ્યા છે. સૂર્યાસ્ત સમયે બાઓબાબ વૃક્ષ મનોરમ્ય દૃશ્ય ઊભું કરે છે. જેમણે ગ્રામીણ આફ્રિકામાં સમય વિતાવ્યો છે તેમણે આ વાત માણી જ હોય. તે ડિઝનીના લાયન કિંગ ( રફીકી ધ વાનરના વૃક્ષ) માં તેની ભૂમિકાઓને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. છે. અવતાર (ધ ટ્રી ઓફ સોલ્સ), મેડાગાસ્કર અને બાળકોની સુપ્રસિદ્ધ નવલકથા ધ લિટલ પ્રિન્સમા પણ તે સ્થાન પામ્યા છે.
બાઓબાબ ફ્રૂટ કુદરતી અવસ્થામાં ત્રણ વર્ષની શેલ્ફ લાઈફ ધરાવે છે
- Advertisement -
બાઓબાબ ફળ
અનેક લોકો બાઓબાબ વૃક્ષ વીશે જાણે છે, તો અનેક લોકો એવા પણ છે જે તેના વીશે કાઈ જાણતા નથી. બાઓબાબને ફળ પણ થતા હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ ફળ વિશ્વમાં સૌથી વધુ પોષક ખોરાકમાંનું એક છે. હકીકતમાં બાઓબાબ વૃક્ષનો દરેક ભાગ મૂલ્યવાન છે – છાલમાથી દોરડા અને કપડા બનાવવામાં આવે છે. તેના બીજનો ઉપયોગ કોસ્મેટિક તેલ બનાવવા માટે કરી શકાય છે, પાંદડા ખાદ્ય છે, થડ પાણીનો સંગ્રહ કરી શકે છે અને ફળ પોષક તત્વોથી અસાધારણ રીતે સમૃદ્ધ છે. તે અનેક એન્ટીઑકિસડન્ટો ધરાવે છે. આફ્રિકામાં સ્ત્રીઓ સદીઓથી સ્વાસ્થ્ય અને સુંદરતાના કુદરતી સ્ત્રોત તરીકે બાઓબાબ ફળનો ઉપયોગ કરે છે.
બાઓબાબ વિશ્વનું એકમાત્ર એવું ફળ છે જે તેની ડાળી પર કુદરતી રીતે સુકાઈ જાય છે. નીચે પડવા અને બગડવાને બદલે, તે શાખા પર રહે છે અને 6 મહિના સુધી તડકામાં શેકાય છે – તેના લીલા મખમલી કોટિંગને સખત નારિયેળ જેવા શેલમાં રૂપાંતરિત કરે છે. ફળનો પલ્પ સંપૂર્ણપણે સુકાઈ જાય છે, તેથી તેના ફળનો સ્વાદિષ્ટ શુદ્ધ પાવડર બનાવવા માટે ફળને ફક્ત લણણી, સીડીંગ અને ચાળવાની જરૂર રહે છે. અન્ય ઘણા ફુડ સપ્લિમેન્ટથી વિપરીત, બાઓબાબ પાવડરને કોઈપણ રીતે સ્પ્રે-ડ્રાય, ફ્રીઝ-ડ્રાય અથવા રૂપાંતરિત કરવાની જરૂર નથી. તે તેના કુદરતી સ્વરૂપમાં 100% શુદ્ધ ફળ છે. અકલ્પ્ય રીતે, ફળની કુદરતી શેલ્ફ લાઇફ 3 વર્ષ છે તેથી તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ કે અન્ય પદાર્થો ઉમેરવા પડતા નથી. બાઓબાબ પાઉડર એ આરોગ્ય અને સૌંદર્ય જગતના શ્રેષ્ઠ ગુપ્ત રહસ્યોમાં એક છે. તે વિટામિન સીનો અત્યંત સમૃદ્ધ સ્ત્રોત છે, લગભગ 50% ફાઇબર અને તેના પ્રત્યેક આખા ફળમાં સૌથી વધુ એન્ટીઑકિસડન્ટ તત્વો હોય છે.
બાઓબાબના ફાયદાઓ
તે ઉર્જાથી ભરપુર છે, થાક ઉતારી હળવાશનો અનુભવ કરાવે છે.
રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે. બીમારીઓ, ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે.
પાચન સ્વાસ્થ્ય – બાઓબાબ એ કુદરતી પ્રીબાયોટિક છે, જે આંતરડાના સ્વાસ્થ્યને મજબૂતી આપે છે.
સ્વસ્થ યુવાન ત્વચા – બાઓબાબ કોલોજન ઉત્પન્ન કરે છે જે ત્વચાને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વની અસરો સામે લડવામાં મદદ કરે છે.
સંભવિત સામાજિક અસરો
પોતાના અઢળક સ્વાસ્થ્ય અને સૌંદર્ય લાભો સાથે બાઓબાબ લાખો જીવનને પણ બદલી શકે છે. બાઓબાબ વૃક્ષો ગ્રામીણ આફ્રિકાના સૌથી સૂકા, દૂરના અને સૌથી ગરીબ ભાગોમાં થાય છે. બાઓબાબ બાબતે પ્લાન્ટેશન જેવી કોઈ વસ્તુ નથી; દરેક વૃક્ષ સમુદાય અથવા કુટુંબની માલિકીનું હોય છે અને જંગલી કાપણીને આધીન હોય છે. બાઓબાબ દ્વારા અંદાજિત એક કરોડ પરિવારોને તેની વિવિધ ઉપજ અને નીપજ પૂરી પાડી શકાય એમ છે.
જે એટલી વિપુલ પ્રમાણમાં છે કે તે મોટા ભાગે નકામી જાય છે. નેશનલ જિયોગ્રાફિકનો અંદાજ છે કે બાઓબાબની વૈશ્વિક માંગ ગ્રામીણ આફ્રિકામાં દર વર્ષે 1 બિલિયન ડોલરની હોઈ શકે છે. બાઓબાબ સંદર્ભમાં એકમાત્ર સમસ્યા એ છે કે 95% લોકોએ તેના વિશે ક્યારેય કાઈ સાંભળ્યું નથી. ગુજરાતનું વડોદરા હેરિટેજથી ભરપૂર શહેર છે. અહી એકસોથી પણ વધારે વર્ષ જૂના અનેક વૃક્ષો આજે પણ શહેરમાં જીવ મળે છે. ભાયલી પાસે આવેલા ગણપતપુરા ગામમાં 900 વર્ષ જૂનું 16.50મી. ઘેરાવો ધરાવતું બાઓબાબનું વૃક્ષ આજે પણ અડીખમ ઊભું છે. તેનું થડ એટલું પોલું હોય છે કે તેમાં 10થી 15 હજાર લીટર પાણી રહે છે.
બાઓબાબના થડમાં આફ્રિકી લોકોએ બીયર બાર અને બસ સ્ટેન્ડ પણ બનાવ્યા છે!
ગુજરાતમાં આ ઝાડને ભૂતિયા વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને ચોરી કરવા જતાં પહેલાં ચોર તેના થડમાં દીવો કરે છે!
હેરિટેજ વૃક્ષ બાઓબાબની મુલાકાત લીધી હતી. આ વૃક્ષના ગુજરાત કનેક્શનની વાત કરીએ તો અહીંના ગણપતપુરા ખાતે 100 જેટલા લોકો બાથ ભીડીને ઊભા રહે તેવા થડનું આ આફ્રિકન વૃક્ષ છે. ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ માનવામાં આવે છે. ગુજરાતમાં માત્ર વડોદરા, વાપી અને ઉંમરગામમાં આ વૃક્ષ જોવા મળે છે. પાણીનો ભરાવો થતાં આ તોતિંગ વૃક્ષ કલાલી તથા સેવાસી નેચર પાર્ક પાસે પડી ગયા હતા. સાઉથ આફ્રિકામાં લોકોએ 6000 વર્ષ જૂના બાઓબાબ વૃક્ષના થડના પોલાણમાં બીયરબાર બનાવયા છે, જેમાં 60 લોકો બેસી શકે છે. આ વૃક્ષના ગુજરાતમાં ’રૃખડો’, ’ઘેલું વૃક્ષ’, ’મંકી બ્રેડ ટ્રી’, ’ભૂતિયું ઝાડ’ વગેરે નામ છે. સાઉથ આફ્રિકાના માડાગાસ્કરમાં આવેલું 150 ફૂટ ઘેરાવાવાળું બાઓબાબનું વૃક્ષ કાપતા તેમાંથી 1,25,000 લીટર પાણી નીકળ્યું હતું. આ પાણીમાં કેલશ્યમ અને મીનરલનું પ્રમાણ સૌથી વધું હોય છે. આફ્રિકાના લોકોએ 6000 વર્ષ જૂના બાઓબાબના થડના પોલાણમાં બસ સ્ટોપ, પાર્કિંગ સ્ટેન્ડ,અનાજનું ગોડાઉન, દવાખાનું અને બીયર બાર બનાવ્યા છે.
બાઓબાબ વૃક્ષની વિશેષતા
અરુણભાઈએ કહ્યું કે, આ વૃક્ષ 3000થી 5000 વર્ષ જીવે છે. વૃક્ષની છાલનાં રેસાં એટલા મજબૂત હોય છે કે તેમાંથી આફ્રિકાના લોકો માછલી પકડવાની જાળ બનાવે છે. આ રેસાંમાંથી બનાવેલ કાગળ લાંબો સમય ટકી રહે છે. વર્ષના 8થી 9 મહિના આ વૃક્ષ પર એકેય પાન જોવા મળતું નથી. વસંતઋતુમાં જ્યારે આ વૃક્ષ પર પાન આવવાની શરુઆત થાય તેના બે સપ્તાહમાં વરસાદ આવે છે. આપણા ગુજરાતમાં ચોર જ્યારે ચોરી કરવા જાય ત્યારે ભૂતિયા વૃક્ષમાં દીવો કરીને જાય છે!
ચોર આ વૃક્ષને પવિત્ર ગણે છે. ચોરી કરવા જતાં પહેલા બાઓબાબના વૃક્ષના થડ પાસે દીવો કર્યા પછી જ ચોરી કરવા નીકળે છે. આ વૃક્ષની છાલ બિસ્કીટ કલરની હોય છે
જ્યારે આ વૃક્ષની છાલ રાખોડી રંગની હોય ત્યારે તે ચાંદની રાતમાં ઝગારા મારે છે, તેથી લોકો તેને ’ભૂતિયા ઝાડ’ તરીકે ઓળખે છે.બાઓબાબ વૃક્ષની છાલમાંથી જે ખટ્ટમીઠો માવો નીકળે તેમાંથી શરબત બનાવાય છે. આ શરબત ઉનાળા દરમિયાન યુપી અને એમ.પીના લોકો ખૂબ પીએે છે. તેના ફળમાં સંતરા કરતા પાંચગણું વીટામીન-સી હોવાથી વાંદરાઓનો મનપસંદ ખોરાક છે. આફ્રિકાના આદિવાસી લોકો આ ઝાડના પાનને કૂટીને પાણીમાં નાંખે છે. તેેમાંથી ઉત્પન્ન થતાં ફીણની મદદથી કપડાં ધૂએ છે.