1.70 લાખ લેખે ધમધમતી બે હજાર ખાણનો અધધ.. ટોટલ 34 કરોડ રૂપિયા !
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી બેફામ ખનિજ ચોરીમાં જગજાહેર છે પરંતુ અહીં મુખ્યત્વે થાનગઢ , મૂળી અને સાયલા ખાતે ચાલતી કોલસાની ખાણો સૌથી મોટી ખનિજ ચોરીનું કેન્દ્ર છે. ત્યારે થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણો દિનદહાડે અને બેરોકટોક ચાલી રહી હોવાનું પણ સૌ કોઈ જાણે જ છે પરંતુ આ ગેરકાયદેસર હોવા છતાં કોલસાની ખાણો ચાલી રહી છે અને તંત્ર કેમ કોઈ કાર્યવાહી કરતું નથી આ ખાણો ગેરકાયદેસર હોવાની સાથે અહીં અનેક ગેરકાયદેસર પ્રવૃતિ પણ થાય છે જેમાં વીજચોરી, વિસ્ફોટકોના જથ્થા વડે ગંભીર વિસ્ફોટ અને અનેક વખત શ્રમિકોના મોત પણ થઈ રહ્યા છે તેવામાં અહીં કોલસાની ખાણમાં મોત થવા છતાં તંત્રના મોટાભાગના અધિકારીઓને માનવ જીવનની પણ જરાય કદર નથી. અને આ તમામ પાછળ જવાબદાર છે વહીવટીઓ ખેલ કારણ કે થાનગઢ, મૂકી અને સાયલા ખાતે ચાલતી કોલસાની પ્રતિ ખાણ દીઠ તંત્રને 1.70 લાખનો હપ્તો પહોંચી રહ્યો હોવાનો ઘટસ્ફોટ મૂળીના રામકુભાઈ કરપડા દ્વારા કરાયો છે. તેઓ દ્વારા જણાવાયું છે કે છેલ્લા કેટલાય વર્ષથી ચાલતી ગેરકાયદે કોલસાની ખાણ બાબતે તેઓ વર્ષોથી લડી રહ્યા છે અને તંત્રને વારંવાર ખનિજ ચોરી થતી હોવાની ફોટો અને વિડિઓ સાથેની માહિતી પૂરી પાડી ખનિજ ચોરીને ઉઘાડી કરી રહ્યા છે
- Advertisement -
પરંતુ મોટાભાગે જ્યારે તંત્રના અધિકારીઓ ખનિજ ચોરીના સ્થળ પર પહોંચે તે પૂર્વે તો ખનિજ માફીયાઓને જાણ થઈ ચૂકી હોય છે જેના લીધે અધિકારીઓ દરોડો કરે તે પૂર્વે જ ખનિજ માફીયાઓ રફુચક્કર થઈ ચૂક્યા હોય છે. કોલસાનું ખનન કરતા ખનિજ માફીયાઓ દર મહિને પ્રતિ ખાણના 1.70 લાખ રૂપિયા વહીવટના નામે આપે છે આ પ્રકારે થાનગઢ, મૂળી અને સાયલા ખાતે લગભગ બે હજાર જેટલી કોલસાની ખાણો ધમધમી રહી છે એટલે કે દર મહિને આ બે હજાર ખાણોના 34 કરોડ રૂપિયા તંત્રના લગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓના ખિસ્સામાં જાય છે જો આટલો રૂપિયો દર મહિને ગુજરાત સરકારની તિજોરીમાં જાય તો માત્ર બાર મહિનામાં જ સુરેન્દ્રનગર જિલ્લો પછાત વિસ્તારમાંથી સમૃધ્ધ વિસ્તાર થઈ શકે છે.
થાનગઢ, મૂળી અને સાયલા ખાતે ચાલતી બે હજારથી વધુ કોલસાની ખાણને ચલાવવા દેવા માટે દર મહિને પ્રતિ ખાણ દીઠ 1.70 લાખનો વહીવટ તંત્રને થાય છે જેમાં ખાણ ખનિજ વિભાગ, પોલીસ, મામલતદાર કચેરીનો સ્ટાફ સહિતના લાગ્યા વળગતા તમામ વિભાગને રકમ પહોચતી હોવાનો આક્ષેપ રામકુભાઇ કરપડા દ્વારા કરવામાં આવ્યો છે.