સડલાના ગેબેશ્વર મંદિર નજીક અને કુંતલપુરના તળાવમાં માટીનું બેફામ ખનન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનિજ ચોરીથી થઈ રહી છે. ખાસ કરીને રેતી, કોલસો, પથ્થર અને સફેદ માટીનું ખનન થવાના લીધે આખાય રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો ખનિજ ચોરી માટે પંકાયેલો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે કોલસાનું ખનન બેફામપણે ચાલી રહ્યું છે તે પ્રકારે સફેદ માટીનું ખનન પણ ધમધોકાર યથાવત જોવા મળે છે. સફેદ માટીના ખનનનું ખનન મૂળી પંથક આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં થઈ રહ્યું છે. કોલસાની માફક સફેદ માટીના ખનનમાં પણ કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનો, અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓ સંડોવાયેલ હોવાની પણ ચર્ચા છે. સફેદ માટીની ખનિજ ચોરી કરતા ખનિજ માફીયાઓ સરકારી, ગૌચર અને વન વિભાગની પ્રતિબંધિત જમીનો પર ખનન કરી કરોડો રૂપિયાની ખનિજ ચોરી કરી રહ્યા છે. મુળી પંથકના સરલા, દુધઈ, ખંપાળીયા, ગઢડા સહિતના ગામોના સીમ વિસ્તારમાં સફેદ માટીની મસમોટી ખાણો ચાલી રહી છે. આ તરફ સબંધિત વિભાગ ભાગ્યે જ દરોડા કરી કાર્યવાહી દર્શાવે છે. સફેદ માટીનું ખનન કરતા ખનિજ માફીયાઓ સ્થાનિક પોલીસ કર્મચારીથી માંડીને તંત્રના લાગુ પડતા વિભાગો સાથે દર મહિને વહીવટીયું સેટિંગ કરતા હોય છે. જ્યારે ગેરકાયદેસર સફેદ માટી ડમ્ફરમાં ભરીને લઈ જવામાં આવે ત્યારે આ ડમ્ફરન નંબર સહિતની વિગતો ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગુપ્ત યાદીમાં રહેતી હોય છે જેનો ઉપયોગ માત્ર મહિને એકાદ વખત ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.



