બોલીવુડની એક્ટ્રેસ માહિરા ખાનના એક સમાચાર સામે આવ્યા છે. માહિરા ખાને બોયફ્રેન્ડ સલીમ કરીમ સાથે લગ્ન કર્યા છે, જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
પાકિસ્તાન અને બોલીવુડની એક્ટ્રેસ માહિરા ખાનના એક સમાચાર સામે આવ્યા છે. માહિરા ખાને બોયફ્રેન્ડ સલીમ કરીમ સાથે લગ્ન કર્યા છે, જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
- Advertisement -
માહિરાની ઈંટિમેટ વેડિંગ સેરેમની
માહિરા ખાને ઈંટિમેટ વેડિંગ સેરેમનીમાં સલીમ કરીમ સાથે લગ્ન કર્યા છે. એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. માહિરા ખાનના મેનેજર અનુશય તાલ્હા ખાને લગ્નનો પહેલો વિડીયો શેર કર્યો છે.
દુલ્હનને થઈ ઈમોશનલ થયા દુલ્હા મિયાં
માહિરા ખાનને લાઈટ બ્લ્યૂ કલરનો લહેંગો પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. દુલ્હનના જોડામાં માહિરા ખાન તેના પતિ તરફ જઈ રહી છે. આ દરમિયાન દુલ્હા મિયાં માહિરા ખાનને દુલ્હનના જોડામાં જોઈને ઈમોશનલ થતા જોવા મળી રહ્યા છે.
"Raees actress Mahira Khan ties the knot". #MahiraKhan , the Pakistani superstar and ace actor, married her close friend Salim Karim — a businessman by profession — in an intimate wedding ceremony . @TheMahiraKhan made waves in the Hindi film industry after making her Bollywood… pic.twitter.com/lNGIxBtb05
- Advertisement -
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) October 2, 2023
માહિરા ખાનનો લુક
માહિરા ખાને વેડિંગ ડેના દિવસે બ્લ્યૂ કલરનો લહેંગો અને ચોલી પહેરી હતી. જેના પર મેચિંગ ચુંદડી પણ પહેરી હતી. દુલ્હે મિયાં સલીમ કરીમે બ્લેક શેરવાની પહેરી છે. દુલ્હા અને દુલ્હનની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ શેર કરેલ વિડીયોમાં સલીમ કરીમ દુલ્હન માહિરા ખાનનો ઘુંઘટ ઉઠાવતા જોવા મળી રહ્યા છે અને ત્યાર પછી ગળે લગાવે છે.
સલીમ કરીમ કોણ છે?
માહિરા ખાનના પતિ સલીમ કરીમ પાકિસ્તાની સ્ટાર્ટઅપ સિમ્પેસના CEO છે. જે કરાચી બેઝ્ડ નેટવર્ક કૈરિયર બિલ્ડીંગ છે. માહિરાના આ બીજા લગ્ન છે. અગાઉ માહિરા ખાને વર્ષ 2007માં અલી અસકરી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં આ જોડીનું તલાક થઈ ગયું હતું. માહિરા ખાનને પહેલા લગ્નથી અજલાન નામનો દીકરો છે.
શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં કામ કર્યું
માહિરા ખાને બોલીવુડમાં પણ કામ કર્યું છે. માહિરા ખાને બોલીવુડ ફિલ્મ રઈસમાં શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે.