જૂનાગઢ ધરાનગર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢમાં બીલખા ધરારનગર એફએમ લાઈન સામે રહેતા મગનભાઈ કાનાભાઈ ગઇ તા. 4 મેના રોડ પર પોલીસ 51 વર્ષીય મકડીયા પરિવાર સાથે તેના માતાની દવા અમદાવાદ અને ગાંધીનગર સાઢુભાઈને હતા. તા. 9મેના લેવા ત્યાંથી ત્યાં ગયા સાંજના સમયે ઘરે પરત આવતા ઉપરના રૂમના મકાનના તોડી કબાટમાં રહેલ જુદા જુદા 3 પાકીટમાંથી રૂા. 60 હજારની રોકડ, સોનાની બે બુટી, ચાંદીના સાંકળાની ચોરી થયાનું માલુમ પડતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂા.1,22,500ની માલમત્તાની ચોરીની ફરિયાદ કરી હતી. પીઆઈ આર. કે. પરમારના માર્ગદર્શનમાં ગુના નિવારણ શાખાના પીએસઆઈ વાય. એન. સોલંકી, આર. બી. ખેર દરવાજાનું તાળું સહિતની ટીમે તપાસ સીસીટીવી કેમેરાની મદદથી મકાનની નીચે રહેતો મગનભાઈ મકડિયાનો ભાણેજ જગદીશ અમરાભાઈ વાઘેલાની અટક કરી પૂછપરછ હાથ ધરતા મામાનાં ઘરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. શખ્સ પાસેથી રૂપિયા 62,500ની કિંમતના સોના ચાંદીના દાગીના, 40,750ની રોકડ મળી કુલ રૂપિયા 1,03,250નો મુદામાલ કબજે લઈ આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.



