ખાસ-ખબર સંવાદદાતા
ભેસાણ વિસ્તારમાં એક કુટુંબી સગાએ હેવાન બનીને એકલતાનો લાભ લઇ 10 સપ્ટેમ્બરના રોજ 9 વર્ષની બાળકીને મોં પર મુંગો દઇ દુષ્કર્મ આચરી ધમકી આપી હોવાની ફરિયાદ ભોગ બનનાર બાળકીની માતાએ 1ર સપ્ટેમ્બરની રાત્રે ભેંસાણ પોલીસમાં નોંધાવી હતી. જેના પગલે જુનાગઢ મહિલા પોલીસ મથકના પીઆઇ એચ.પી.ગઢવીએ ત્વરીત તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઇ આરોપીને એક દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો. આ દરમિયાન દુષ્કર્મ સમયના કપડા વગેરેનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો હતો.