વિસાવદરનાં પાંચ શખ્સ સામે ગુજસીકોટ કાયદાનું પોલીસે શસ્ત્ર ઉગામિયું હતું
રાયોટીંગ, હત્યાનો પ્રયાસ,અપહરણ સહિતનાં ગંભીર ગુનામાં સંડોવણી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગેંગ રચી ગુનાઓને અંજામ આપતી ટોળકીઓ સામે પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ગુના નોંધી ગેંગનાં સભ્યોને જેલ હવાલે કર્યાં છે. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત ગુજસીટોક કાયદાનો અમલ વિસાવદર તાલુકાની ગેંગનાં પાંચ શખ્સો સામે કરવામાં આવ્યો હતો.પરંતુ પાંચ પૈકી એક આરોપી વચ્ચગાળાનાં જામીન મળેવી ફરાર થઇ ગયો છે. ભાગેલા આરોપી સામે રાયોટીંગ, હત્યાનાં પ્રયાસ,અપહરણ સહિતનાં ગંભીર ગુના નોંધાયેલા છે. હાલ તો આ આરોપી ફરાર થતા પોલીસ કામે લાગી છે. બનાવની મળતી વિગત મુજબ તા. 20 સપ્ટેમ્બર 2021નાં વિસાવદરનાં રાજેશભાઇ ધીરૂભાઇ રીબડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, નાસીર રહીમ મૈતર, ઇમત્યાઝ ઉર્ફે પોપટ જાવિદ બ્લોચ, કપીલ દુલા દાફડા, ભુરો યુનુસ સમા, નાજીર ભૈલી, સોયબ, રીઝવાન ઉર્ફે ભુરો વલી અને અફઝલ ઇસ્માલ બ્લોચએ પોતાને અને તેના ભત્રિજા રાજન ઉપર જિવલેણ હુમલો કર્યો હતો. બાદ પોલીસે તમામને અટક કરી હતી અને તેની ગુનાહીત કુંડળી કાઢી હતી.