બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલિંગથી દંપતી વચ્ચેનું મનદુ:ખ દૂર થયું; તૂટતો પરિવાર બચ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના ‘બેઝ સપોર્ટ સેન્ટર’ (ઙઇજઈ) ખાતે એક ભાવુક કિસ્સાનો સુખદ અંત આવ્યો છે. એક પત્નીએ ફરિયાદ કરી હતી કે તેના પતિએ 9 મહિનાના માસૂમ બાળકને પડાવી લઈ તેને ઘર છોડી દેવા દબાણ કર્યું હતું. આ દંપતી વચ્ચે ઉંમરના તફાવત અને પિયર જવા જેવી બાબતોએ તકરાર ચાલતી હતી. ઘટનાની ગંભીરતા સમજી કાઉન્સેલરે પતિ-પત્નીનું ઊંડાણપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. ખાસ કરીને નાનું બાળક માતાના દૂધ પર નિર્ભર હોવાથી તેને માતાની મમતાની જરૂરિયાત સમજાવવામાં આવી હતી. સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી રાજીખુશીથી બાળક પત્નીને સોંપી દીધું હતું. આમ, પોલીસની સમજદારીભરી મધ્યસ્થીથી એક માસૂમ બાળકને તેની માતા અને પરિવારને નવજીવન મળ્યું છે.



