ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ કરાયું
જૂનાગઢ 74માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી વંથલી ખાતે થનાર છે. ત્યારે 26મી જાન્યુઆરીના પૂર્વે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના ઉપક્રમોનું તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આમ, આ રાષ્ટ્રીય પર્વ શાનદાર ઉજવણી માટે પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા અને આસીસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરીના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું. સાથે જ રાષ્ટ્રીય પર્વની ગરિમામય અને સૂચારૂ રીતે ઉજવણી થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.ઉપરાંત રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં યોગ્ય તાલમેલ જળવાઇ રહે તે માટે જરૂરી સંકલન પણ રિહર્સલ દરમિયાન કરવામાં આવ્યું હતું.