શ્રી ગોપાલક સમૂહલગ્ન સમિતિ દ્વારા પરસાણા ચોક ખાતે આયોજન; 20 હજારથી વધુ જ્ઞાતિજનો સમૂહ ભોજન લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા 28 વર્ષથી શ્રી ગોપાલક સમૂહલગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમૂહલગ્નોનું સફળ આયોજન કરવામાં આવે છે. આ સમિતિ આયોજિત 28મો સમૂહલગ્નોત્સવ આગામી તા. 12-02-2026, ગુરુવારના રોજ પરસાણા ચોક, નવો 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં 100 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. અત્યાર સુધીમાં 2600થી વધુ દીકરીઓ આ સમૂહલગ્નમાં જોડાઈને સુખી ગૃહસંસાર નિભાવી રહી છે.
- Advertisement -
સંતો-મહંતોની ઉપસ્થિતિ: આ શુભ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પરમ પૂજ્ય ધનશ્યામપુરી બાપુ સહિતના સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વચન પાઠવશે.
કરીયાવર અને ભોજન પ્રસાદ: સમૂહલગ્નમાં દીકરીઓને સોના-ચાંદીની વસ્તુઓ ઉપરાંત જીવન જરૂરી ઘરવખરીનો તમામ માલ-સામાન કરીયાવરમાં આપવામાં આવશે. આ વખતના ભોજન ખર્ચના દાતા બાબુભાઈ મેપાભાઈ બાંભવા પરિવાર છે. આ સમૂહલગ્નમાં 20,000થી વધુ ભાઈઓ-બહેનો ભોજન-પ્રસાદનો લાભ લેશે.
સામાજિક જાગૃતિ: સમૂહલગ્ન બાબતે સમાજમાં આવેલી જાગૃતિના પગલે રાજકોટ, વાંકાનેર, જામનગર, ખંભાળિયા, સાવરકુંડલા વગેરે સ્થળોએ દર વર્ષે સમૂહલગ્નો યોજાય છે, જેમાં 1200થી વધુ દીકરા-દીકરીઓ જોડાય છે. આ સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છતા દીકરાઓની ઉંમર 21 વર્ષ અને દીકરીઓની ઉંમર 18 વર્ષ પૂરી હોવી જરૂરી છે. સમાજના નિયમ મુજબ દીકરીઓનું આણું સાથે વાળવાનું રહેશે તેમજ દાગીનાની લેતી-દેતી પણ 8 થી 10 તોલાની કરવાની રહેશે. આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ હરીભાઈ ગોકળભાઈ માટીયા, ભીખાભાઇ લક્ષ્મણભાઈ પડસારીયા, હિરાભાઈ ઉકાભાઈ બાંભવા, રાજુભાઈ નોંધાભાઈ જુંજા, નારણભાઈ ચનાભાઈ ટારીયા, લીંબાભાઈ ખેંગારભાઈ માટીયા, પરેશભાઈ લખમણભાઈ સોરીયા, નારણભાઈ માંડણભાઈ વકાતર, બીજલભાઈ રામજીભાઈ ટારીયા, નાગજીભાઈ જીણાભાઈ ગોલતર, ગોપાલભાઈ મનુભાઈ સરસીયા, રમેશભાઈ તેજાભાઈ જુંજા, મનુભાઈ બચુભાઈ બાંભવા, ઘીરજભાઈ અરજણભાઈ મુંધવા, વાઘજીભાઈ રવજીભાઈ બાંભવા, મેહુલભાઈ ભરતભાઇ ગમારા, રમેશભાઈ દિનેશભાઈ ટોળીયા, જીવણભાઇ દેવાભાઇ માટીયા અને રઘુભાઈ કાળાભાઈ મેવાડા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.



