સમૂહ લગ્નોત્સવમાં 21 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે: વિવિધ સંતો-મહંતો નવયુગલોને આશીર્વચન પાઠવશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી નાડોદા રાજપૂત સમાજ દ્વારા તા. 14 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સર ગામ ખાતે રાજકોટ જિલ્લા ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજના 26માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 21 દીકરીબા પ્રભુતામાં પગલાં પાડશે.
તા. 14ના રોજ સવારે 7-15 કલાકે ગણેશ સ્થાપના કરવામાં આવશે. હસ્તમેળાપ સવારે 9-30 કલાકે અને બપોરે 11-30 કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બપોરે 3 કલાકે જાન વિદાય થશે.
કહેવાય છે કે વસંતપંચમી એટલે વણજોયું મુહુર્ત. આ દિવસે લગ્ન અંગેના મુહુર્ત જોવાની જરૂર ન હોય જેથી શ્રી નાડોદા રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે આવતી તા. 14 ને વસંતપંચમીના દિવસે ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજની દીકરીબાના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાગવત ભૂષણ પરમ પુજય શ્રીજી સ્વામી (હાથીજણ) સહિતના સંતો અને મહંતો તથા સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી દીકરીબાઓને આર્શીવચન પાઠવશે. સમૂહ લગ્નનો કરિયાવર-જમણવાર સહિતના તમામ ખર્ચ સ્વ. પાંચાભાઈ રામજીભાઈ કટારીયા પરિવાર ઉઠાવશે. દીકરીબાઓને કરિયાવરમાં સોના-ચાંદીની વસ્તુઓ, કબાટ, બેડ સેટ, કટલેરી સેટ ઉપરાંત જીવનજરૂરી ચીજવસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટમાં આપવામાં આવશે.
આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે અધ્યક્ષ ગોવિંદસિંહ ચાવડા, પ્રમુખ બકુલસિંહ સિંધવ, ઉપપ્રમુખ સુરુભા ચાવડા, મંત્રી બળદેવસિંહ ડોડીયા, ભૂપતસિંહ વણોલ, ચંદ્રસિંહ ડોડીયા, અનિલસિંહ સિંધવ, સંજયસિંહ ડોડ, પ્રતાપસિંહ ગોહિલ, સંજયસિંહ ચાવડા, જગદીશસિંહ ડાભી, વનરાજસિંહ ડોડ, મુકેશસિંહ કટારીયા, વિજયસિંહ જાદવ, મનિષસિંહ સિંધવ, કમલેશસિંહ જાદવ, દશરથસિંહ વણોલ, કાનભા ડાભી, વિપુલસિંહ ચાવડા, ભરતસિંહ સિંધવ તથા સમાજના વડીલો, યુવાનો, માતા-બહેનો તથા સમૂહ લગ્ન સમિતિના સભ્યો તથા સર ગામ તથા ભાડુઈ ગામના તમામ ભાઈઓ તથા બહેનો જહેમત ઉઠાવશે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવેલા તમામ સભ્યોએ જણાવ્યું હતું.
આ પ્રસંગે સમાજના પ્રેરક તેમજ માર્ગદર્શક વડીલો, અગ્રણીઓ, માતાઓ તથા ખમીરવંતા અને કર્મનિષ્ઠ યુવાનો તેમજ બહેનો તથા આમંત્રિત મહેમાનો, મહાનુભાવો તથા સમસ્ત નાડોદા રાજપૂત સમાજ અતિથિ તરીકે હાજરી આપશે.