ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. લોકોને પીવાના પાણી સહિતના વપરાશ માટે 20 લાખ લીટરથી વધુનો દૈનિક ધોરણે પૂરુ પાડવામાં આવી રહ્યું છે.ભાવિકો- ઉતારા મંડળોને પાણી સુલભ રીતે મળી તે માટે 40 જેટલા કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે અને 6 જેટલા ટેંકરના માધ્યમથી અવિરત પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે 70 જેટલી પી.વી.સી. ટેંક મુકવામાં આવી છે. ઉપરાંત 130થી વધુ હંગામી પાણીના કનેક્શન આપવામાં આવ્યાં છે.ઉપરાંત રવેડીના 2 કી.મી. જેટલા માર્ગને પાણીથી સ્વચ્છ કરવાની કામગીરી કરવામાં આવશે. તેમ મહાનગરપાલિકાના વોટર વર્કસના કાર્યપાલક ઈજનેર કલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું.