રાજ્યભરની 33 સંસ્કૃત કોલેજોના 700 સ્પર્ધકો પણ લેશે ભાગ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના સત્તરમાં યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.5 ઓક્ટોબરથી યુનિવર્સિટી પરિસરમાં યોજાશે આ યુ ક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. યુવક મહોત્સવ દરમિયાન કુલ 29 જેટલી સ્પર્ધાઓનું આયોજન થશે. જેમાં 14 શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ચિત્ર તથા 15 રમત ગમત સ્પર્ધાઓ યોજાશે. આ યુવક મહોત્સવમાં રાજ્યભરની 33 સંસ્કૃત કોલેજોના 700 સ્પર્ધકો ભાગ લેશે. આ ઉપરાંત યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પ્રકાશનોનું મંચસ્થ મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરવામાં આવશે તેમજ તા.5 ઓકટોબર સવારે 8:00 કલાકે ટાવર ચોક, વેરાવળથી યુનિવર્સિટી સુધી એક સુંદર સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં યુનિવર્સિટીના પદાધિકારીઓ, રાજ્યભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો / અધ્યાપિકાઓ અને યુનિવર્સિટી કર્મચારીગણ આ યાત્રામાં ભાગ લેશે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે યોજાશે 17મો યુવક મહોત્સવ
