સ્થાનિકો દ્વારા ઉચ્ચતરે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
થાનગઢ નગરપાલિકાના અણઘડ વહીવટથી આખુંય થાનગઢ શહેરી વિસ્તાર ગંદકી અને ગંદા પાણીથી પીડાય રહ્યું છે તેવામાં થાનગઢ શહેરના ભવાનમંગા વિસ્તારમાં રહેતા 40 જેટલા પરિવારો છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની સ્થિતિ સામે ઝઝુમી રહ્યા છે.
- Advertisement -
અહી વિસ્તારમાં 40 પરિવારોમાં બાળકો તથા મહિલાઓ સહિત કુલ 200 જેટલા રહીશો વસવાટ કરે છે જેઓને ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર આવી જતા સ્થાનિકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણી રોડ પર આવી જતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
આ તરફ ગટરના ગંદા પાણીને લીધે સ્થાનિકો અને તેઓના બાળકો વારંવાર બીમારીનો ભોગ બને છે અને આ પ્રકારની સ્થિતિ છેલ્લા છ વર્ષથી ભોગવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે ગત એકાદ મહિના પૂર્વે થાનગઢ મામલતદાર પણ અહી મુલાકાતે આવ્યા હતા આ સાથે સ્થાનિકો દ્વારા અનેક વખત નગરપાલિકા અને રાજ્યના ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરાઈ છતાં પણ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે અહી રહેતા 40થી વધુ પરિવારો દ્વારા ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવવાની સ્થિતિને લઈને હવે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.