સફેદ માટી અને કાર્બોસેલનું ગેરકાયદે વાહન કરતા બે કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
થાનગઢ પંથકના ગેરકાયદેસર સફેદ માટી અને કાર્બોસેલનું ખનન ધમધોકાર ચાલી રહ્યું છે સ્થાનિક જવાબદાર તંત્રની કચેરીથી માત્ર પાંચ કિલોમીટરના વિસ્તારમાં ખનન ચાલતું હોવા છતાં પણ તંત્રને અજાણ હોવાનું રટણ કરી રહ્યું છે ત્યારે હવે થાનગઢ ખાતે થતા ગેરકાયદેસર ખનન સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જેમાં થાનગઢ પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બે દિવસ દરમિયાન ગેરકાયદેસર ખનિજ વહન કરતા કુલ સાત વાહનો સહિત બે કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી મામલતદાર અને પ્રાંત અધિકારી તથા જિલ્લા ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.



