રોડની વચ્ચે ટ્રેકટર સાથે કારના અકસ્માતમાં માતા પિતાનું મોત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
રાજકોટના શિવાજી રોડ નજીક રહેતા મહેશભાઈ પ્રેમજીભાઈ પ્રજાપતિ તથા તેઓના પરિવારજનો ગત 18 મેના રોજ ધ્રાંગધ્રાના કોંઢ ગામે માતાજીના પ્રસંગે ગાડી લઈને આવતા હોય અને કાર મહેશભાઈના પિતા પ્રેમજીભાઈ ચલાવતા હોય તેવા સમયે થાનગઢના જામવાડી ગામ નજીક એક ટ્રેકટર ચાલક ગફલતભરી રીતે ટ્રેક્ટર ચલાવતા તેની સાથે કારનું અકસ્માત થતા કારમાં સવાર મહેશભાઈના પરિવારને ઈજાઓ પામી હતી આ અકસ્માતને લઈને તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં હાજર તબીબે મહેશભાઈના પિતા પ્રેમજીભાઈ તથા માતા લાભુબેનને મૃત જાહેર કર્યા હતા. આ તરફ મહેશભાઈ અને તેઓની દીકરીને પણ ઇજા પામતા સારવાર લીધા બાદ અકસ્માત કરેલ ટ્વીટર ચાલક વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.