15 વર્ષ પછી સ્વદેશ પાછા ફરવું ભારે પડયું
ખાસ-ખબર સંવાદદાતા
થાઇલેન્ડના પૂર્વ વડાપ્રધાન થાકસિન સિનાવાત્રા વર્ષો સુધી ફરજીયાત થાઇલેન્ડ બહાર રહયા પછી સ્વદેશ પાછા ફર્યા હતા. આ દરમિયાન જ એક કેસમાં તેમને 8 વર્ષ જેલની સજા થઇ છે. એવું માનવામાં આવતું હતું અબજોપતિ થાકસિનને થાઇલેન્ડમાં ચાલી રહેલી સત્તા પ્રાપ્તિની કવાયતના ભાગરુપે એન્ટ્રી કરી છે. તેમની રાજકીય પાર્ટી ફયુ થાઇએ સેના સમર્થક પાર્ટીઓ સાથે સમજૂતી કરી લીધી છે. થાકસિન સિંગાપુરથી ખુદના જેટ વિમાનમાં થાઇલેન્ડ જવા રવાના થયા હતા. સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગે ડોન મ્યૂઆંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સમર્થકોએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. થાકસિને એરપોર્ટથી બહાર આવીને થાઇલેન્ડના રાજા તથા રાણીની તસ્વીર પર માલ્યાપર્ણ કરી હતી. થાકસિન 2001માં પ્રથમ વાર પીએમ બન્યા હતા.ત્યાર પછી 2005માં ફરી આ પદ મેળવ્યું હતું.
2006માં સૈન્ય સત્તાપલટો કર્યા પછી થાઇલેન્ડ છોડી દીધું હતું. વર્ષો પછી સ્વદેશ પાછા ફર્યા પછી સમર્થકોના વિશાળ કાફલા સાથે સર્વોચ્ચ અદાલત ગયા હતા. અદાલતે અપરાધિક મામલામાં 8 વર્ષની સજાનો અનામત નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. થાકસિનની અન ઉપસ્થિતિમાં અનેક પ્રકારના ખટલા ચલાવાયા જેમાં તેમને દોષી ઠરાવવામાં આવ્યા હતા. થાકસીન આ તમામ ખટલાને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે.