ટેટ્રાહેડ્રોન
આ આકાર 4 ત્રિકોણ ધરાવે છે અને અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. આ આગ તમને વસ્તુઓ જેવી છે તે રીતે જોવામાં મદદ કરે છે. તે તમારા આધ્યાત્મિક અસ્તિત્વના અમુક પાસાઓ પર પ્રકાશ ફેંકે છે જેથી તમે જે કર્યું છે તે સ્વીકારી શકો અને નવી શરૂઆત કરી શકો. તે મનને ખૂબ જ જરૂરી એવું સંતુલન પ્રદાન કરે છે જે કંઈક નવી દિશામાં આગળ વધતી વખતે જરૂર પડી શકે છે.
હેક્ઝાહેડ્રોન
હેક્ઝાહેડ્રોન એ 6 બાજુનું ઘન છે જે પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ કે તે પૃથ્વીના સ્પંદનોને વહન કરે છે, આ આકાર સામાન્ય રીતે ગ્રાઉનિ્ંડગ માટે વપરાય છે. જો તમે તણાવમાં હો અને તમારા મૂળ સાથે પાછા જોડાવાની જરૂર હોય, તો ક્યુબ તમારું માર્ગદર્શક છે. તે આ આપણને ધરતીમાની ઊર્જા દ્વારા શાંત કરવામાં મદદ કરે છે.
ઓક્ટાહેડ્રોન
ઓક્ટાહેડ્રોનની 8 બાજુઓ હોય છે અને તે વાયુ સાથે સંબંધિત છે. જેમ વાયુ બધું એક સાથે લાવે છે અને જગ્યા ભરે છે, આ આકાર આપણને અંદરથી સાજા કરવામાં મદદ કરી શકે છે. આપણી આંતરિક અને બાહ્ય દુનિયા આ આકાર સાથે ભળી જાય છે, અને આપણાં માટે તેમજ અન્ય લોકો માટે વધુ કરુણા, ક્ષમા અને સ્વીકૃતિ મેળવવાનું શીખવામાં મદદ કરે છે.
ડોડેકેહેડ્રોન
આ 12-બાજુનું માળખું ઈથર સાથે જોડાયેલું છે. અને તે આપણા આત્માને ઉચ્ચ ચેતના સાથે જોડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ઘણી વખત ધ્યાનમાં પણ થાય છે. આ આકારના આવર્તન આત્માના ઉર્ધ્વગમનનો માર્ગ આપે છે. તે ઉચ્ચ શક્તિઓ અને દૈવી આનંદ સાથે જોડાવા માટે માર્ગદર્શકર બને છે.
આઇકોસાહેડ્રોન
આ પ્લેટોનિક ઘન 20 બાજુઓ ધરાવે છે અને તેને જળ તત્વના પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે. તેની જલીય પ્રકૃતિના કારણે આ આકાર જીવનના પ્રવાહ સાથે આગળ વધવા અને ડરને દૂર કરવા પ્રોત્સાહિત કરે છે.
બીજા શબ્દોમાં કહીએ તો લાગણીઓને મુક્તપણે વહેવા દો અને જીવનમાં કંઈક નવું બનાવવાના માર્ગમાં રહેલી નકારાત્મકતાઓ અને અવરોધોને દૂર કરી શકો છો. તો આમ આપણે હવે જાણીએ છીએ કે મૂળભૂત બિલ્ડીંગ બ્લોક્સ અથવા પ્લેટોનિક સોલિડ્સ શું છે. પરંતુ તે સિવાયના અન્ય ઘણા આકારોનું શું જે જીવનમાં વારંવાર આપણી સામે આવે છે? તેની સાથે શું અર્થ જોડાયેલો છે? તો ચાલો અહીં તે સૌથી લોકપ્રિય પવિત્ર ભૌમિતિક પ્રતીકો અને તેમના અર્થ પણ સમજાવી જ દઉં!
જીવન બીજ
જીવનનું બીજ એ સર્જનનું પ્રતીક છે, જે જીવનનો આવિર્ભાવ અનેઈશ્વરી ચેતના સૂચવે છે. આ પેટર્નનું નામ સાંભળતા જ તેનું મહત્વ અને હેતુ સમજાઈ જાય એવા છે. જીવનનું બીજ 6 ઓવરલેપિંગ વર્તુળોની ગોઠવણી દ્વારા રચાય છે. આ છ વર્તુળો હંમેશા સમાન કદના 7મા વર્તુળ આસપાસ સંપૂર્ણ રીતે જોડાય છે. સાત વર્તુળો 7 મુખ્ય ચક્રો સાથે જોડાણ બનાવે છે. વર્તુળો અને રોઝેટ્સની એકબીજા સાથે જોડાયેલી જાળ બનાવવા માટે આ પેટર્ન છ જુદી જુદી દિશામાં હોય શકે છે. જીવનના બીજને જ્યારે જુદી જુદી દિશામાં પ્રતિકૃત કરવામાં આવે છે, ત્યારે તે જીવનપુષ્પમાં પરિવર્તિત થાય છે.
જીવનપુષ્પ
જ્યારે તમે જીવનના બીજને વિસ્તૃત કરવાનું ચાલુ રાખો છો અને 19 સમાન-અંતરવાળા વર્તુળોને જોડો છો, ત્યારે પરિણામી આકાર જીવન પુષ્પ છે. આ સિમ્બોલ હંમેશા 19 ઓવરલેપિંગ અને જોડાયેલા વર્તુળોથી બનેલું હોય છે. તે એક વર્તુળમાં શરૂ થાય છે, અને અન્ય તમામ વર્તુળો તેની આસપાસ બનાવવામાં આવે છે. તમે એક વર્તુળ બનાવીને પ્રારંભ કરો અને પછી તમે અંત સુધી પહોંચો ત્યાં સુધી તેની આસપાસના અન્ય તમામ વર્તુળો દોરો. ઘણા લોકો જીવન પુષ્પને એક એવા પ્રતીક તરીકે જુવે છે જે સર્જન ચક્રને પ્રતિબિંબિત કરે છે. પ્રથમ વર્તુળ તમામ જીવન અને ચેતનાના મૂળનું પ્રતિનિધિત્વ કરે છે. જીવન પુષ્પ બ્રહ્માંડની ઉત્પત્તિ અને તમામ જીવંત પ્રાણીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. તે આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક પણ છે.
શ્રી યંત્ર
અસ્તિત્વમાં રહેલા સૌથી જૂના રહસ્યવાદી પ્રતીકોમાંનું એક, ( શ્રી યંત્રની ડિઝાઇન 1.1618 નંબર પર આધારિત છે, જેને સુવર્ણ પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. યંત્ર એ એક ચિંતન અને ધ્યાન સાધન છે જેનો ઉપયોગ તંત્ર પ્રેક્ટિશનરો દ્વારા કરવામાં આવે છે, જેઓ માને છે કે યંત્ર વૈશ્વિક એકતાનું પ્રતીક છે. શ્રીયંત્રો એ દૈવીતત્વની રહસ્યમય ઉપસ્થિતિનો ડાયાગ્રામ છે.તે નકારાત્મક શક્તિઓ સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે.
- Advertisement -
મેટાટ્રોન ક્યુબ
આ આકારમાં 13 વર્તુળો છે, જેના કેન્દ્રો સીધી રેખાઓ દ્વારા જોડાયેલા છે. પરિણામી પેટર્ન ષટ્કોણમાં જડિત બે તારાઓ જેવી લાગે છે. મેટાટ્રોન્સ ક્યુબમાં દરેક ભૌમિતિક આકારનો સમાવેશ થાય છે જે ક્યારેક બ્રહ્માંડમાં હોય છે. બ્રહ્માંડના નિર્માણ માટે તે ઈશ્વરનો ભૌમિતિક નકશો હોવાનું માનવામાં આવે છે. તેને નજીકથી જોતા મેટાટ્રોનના ક્યુબ પ્રતીકમાં પ્લેટોનિક સોલિડ્સનું અસ્તિત્વ જોઇ શકાશે. તે તમામ ભૌતિકે પદાર્થોના મૂળભૂત તત્વો છે. તેને આધ્યાત્મિક ક્ષેત્ર અને પૃથ્વી પરના ભૌતિક તત્વો સાથે જોડવામાં આવે છે., તેને પ્લેટોનિક સોલિડ્સ નામ આપ્યું. સ્ફટિકોથી લઈને માનવ ડીએનએ સુધી, આવા ત્રિ-પરિમાણીય સ્વરૂપો સમગ્ર અસ્તિત્વમાં સર્વત્ર મળી શકે છે.
વેસિકા પિસિસ
વેસિકા પિસિસ પશ્ચિમમાં ઈસુના પ્રતીક તરીકે જાણીતું છે. જોકે, પ્રતીક ખ્રિસ્તી ધર્મ કરતાં હજારો વર્ષ જૂનું છે (તે પૂર્વ અને આફ્રિકામાં મંડોરલા તરીકે ઓળખાય છે), અને તે અન્ય ઘણી સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે. આ બે શબ્દોનો શાબ્દિક અર્થ છે, ’માછલીનું મૂત્રાશય.’ વેસિકા મીન રાશિની ભૌમિતિક ડિઝાઇન છે અને તે સરક હોવા સાથે ભવ્ય પણ છે. વેસિકા પિસિસ પ્રતીક સમાન ત્રિજ્યાના બે વર્તુળોના આંતરછેદ દ્વારા રચાય છે, જેમાં એક વર્તુળનું કેન્દ્ર બીજાના પરિઘ પર હોય છે. ઓવરલેપ થયેલ ભાગ માછલી અથવા બદામ જેવો દેખાય છે. વેસિકા પિસિસ સંવાદિતા અને એકતાના પ્રતીક માટે વિરોધી શક્તિઓના જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે. તે સ્ત્રીત્વ, જન્મ અને લૈંગિકતાનું પ્રતીક પણ છે કારણ કે તે સ્ત્રી યોનિના આકાર જેવું લાગે છે.