આજે દેશે મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં મોટી સફળતા હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસિત P-7 હેવી ડ્રોપ સિસ્ટમની મદદથી, સાત ટન વજનના સાધનોને હવે યુદ્ધના મેદાનમાં સરળતાથી પેરાશૂટ કરી શકાશે. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં DRDOની પેટાકંપની એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા ડિઝાઇન અને વિકસિત હેવી ડ્રોપ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું.
આ સિસ્ટમનો ઉપયોગ સાત ટન વજનના વર્ગમાં લશ્કરી વાહનો, દારૂગોળો અને સાધનને પેરાશૂટ કરવા માટે થાય છે. IL-76 એરક્રાફ્ટ માટે હેવી ડ્રોપ સિસ્ટમ (P-7HDS) એક પ્લેટફોર્મ અને વિશિષ્ટ પેરાશૂટ સિસ્ટમ ધરાવે છે. પેરાશૂટ સિસ્ટમ એ મલ્ટી-સ્ટેજ પેરાશૂટ સિસ્ટમ છે, જેમાં પાંચ મેઈન કેનોપીઝ, પાંચ બ્રેક શૂટ, બે હેલ્પીંગ શૂટ, એક એક્સ્ટ્રાક્ટર પેરાશૂટનો સમાવેશ થાય છે. તેનું પ્લેટફોર્મ એલ્યુમિનિયમ અને સ્ટીલના મિશ્રણથી બનેલું મેટલ સ્ટ્રક્ચર છે.
- Advertisement -
The Indian Air Force recently carried out successful trials of the Heavy Drop System, designed and developed by the Aerial Delivery Research & Development Establishment: IAF pic.twitter.com/AwkOuehmsp
— ANI (@ANI) August 19, 2023
- Advertisement -
આ સિસ્ટમ 100% સ્વદેશી સંસાધનો સાથે સફળતાપૂર્વક વિકસાવવામાં આવી છે. પી-7 એચડીએસને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. P-7 હેવી ડ્રોપ સિસ્ટમ L&T કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે જ્યારે ઓર્ડનન્સ ફેક્ટરી તેના માટે પેરાશૂટ બનાવી રહી છે.
પેરાશૂટને તેલ અને પાણીની અસર થતી નથી અને તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. ડીઆરડીઓ લાંબા સમયથી આ સિસ્ટમ બનાવવાની તૈયારી કરી રહ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી હેવી ડ્રોપ સિસ્ટમનું પરીક્ષણ ચાલી રહ્યું છે.