ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કરવાની ભારતની તૈયારી તેજ
સબમરીનથી લોંચ કરાયેલી ક્રુઝ મિસાઈલના 2 વર્ઝન
- Advertisement -
500 કિલોમીટરની રેન્જમાં દુશ્મનોનો ખાતમો કરવામાં સક્ષમ
ખાસ-ખબર સંવાદદાતા
આવતા મહિને ભારત સબમરીનથી 500 કિલોમીટરની રેન્જમાં દુશ્મનોનો ખાતમો કરવામાં સક્ષમ ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પરીક્ષણ પૂર્વ કિનારેથી લેવામાં આવશે. ઉપરાંત, સંરક્ષણ મંત્રાલય આ અઠવાડિયે નિર્ધારિત બેઠકમાં 800 કિમી જમીનથી પ્રહાર કરનારી ક્રૂઝ મિસાઈલની ખરીદી પર વિચાર કરી શકે છે.
સરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, સબમરીનથી લોન્ચ કરાયેલી ક્રૂઝ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવી છે. તેને પ્રોજેક્ટ-75 ઈન્ડિયા હેઠળ ભારતીય નૌકાદળ દ્વારા બનાવવામાં આવનાર સ્વદેશી સબમરીનમાંથી એક મુખ્ય હથિયાર બનાવવાની યોજના છે.
ક્રૂઝ મિસાઇલોની સાથે, ટૂંકી અને મધ્યમ રેન્જની બેલિસ્ટિક મિસાઇલો પણ રોકેટ ફોર્સનો એક ભાગ બની શકે છે જે ભવિષ્યમાં સ્થાપિત કરવાની યોજના છે.
સબમરીનથી લોંચ કરાયેલી ક્રૂઝ મિસાઈલના બે વર્ઝન છે – લેન્ડ-બેઝ્ડ ક્રૂઝ મિસાઈલ (કઅઈખ) અને એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ (અજઈખ). ફેબ્રુઆરી 2023માં આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 402 કિમીની રેન્જ સાથે તેણે તમામ મિશનના ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા હતા.