અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની હોટલની બહાર થયો મોટો વિસ્ફોટ જેમાં એકનું મોત થયું છે. આ વિસ્ફોટનો દાવો એલોન મસ્કે કર્યો છે.
ઘટના બુધવારે બની હતી
- Advertisement -
ટ્રમ્પની હોટલની બહાર બ્લાસ્ટની આ ઘટના બુધવારે (01 જાન્યુઆરી 2025) બની હતી. પોલીસ આ વિસ્ફોટના કારણોની તપાસ કરી રહી છે. આ ઘટના એ જ દિવસે બની જ્યારે અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં એક ટ્રકે ભીડને કચડી નાખી, જેમાં 15 લોકોના મોત થયા. ટેસ્લા ચીફ અને ટ્રમ્પના નજીકના સાથી એલોન મસ્કે પણ આ વિસ્ફોટ પર પોતાનું નિવેદન આપ્યું છે.
તપાસ એજન્સી આતંકી હુમલા તરીકે જોઈ રહી છે
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ એજન્સી અને પોલીસ પણ આ લાસ વેગાસ બ્લાસ્ટને આતંકવાદી હુમલા તરીકે જોઈ રહી છે. તપાસકર્તાઓ ન્યૂ ઓર્લિયન્સમાં અને લાસ વેગાસ બ્લાસ્ટ વચ્ચેના સંભવિત જોડાણની પણ તપાસ કરી રહ્યા છે. જો કે હજુ સુધી તપાસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. કારની અંદર બેઠેલા વ્યક્તિનું મોત
- Advertisement -
લાસ વેગાસ શેરિફ કેવિન મેકમહિલે જણાવ્યું કે, ટ્રક હોટલના ગેટ પર ઉભી રહી હતી, ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. મેકમહિલે જણાવ્યું હતું કે સાયબર ટ્રકની અંદર એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી. આ સિવાય સાત લોકો ઘાયલ થયા છે. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. આ ઘટના બાદ હોટલને ખાલી કરાવવામાં આવી છે. લાસ વેગાસ બોમ્બ વિસ્ફોટ ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલ હોવાના હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી.