-ડેશબોર્ડ પર ફોન્ટની સાઇઝ ખોટી હોવાને કારણે અકસ્માતનું જોખમ વધ્યું
અમેરિકામાં ઈલોન મસ્કની કંપની ટેસ્લાએ 22 લાખ વાહનોને રિકોલ કર્યા છે. કોઈપણ કંપની દ્વારા આ અત્યાર સુધીનું સૌથી મોટું રિકોલ છે. અમેરિકાના નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA) એ શુક્રવારે (2 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે વાહનોના ડેશબોર્ડમાં વોર્નિંગ લાઇટની ખોટી ફોન્ટ સાઈઝને કારણે વાહન ક્રેશ થવાનું જોખમ રહેલું છે.
- Advertisement -
બે મહિના પહેલા પણ ટેસ્લાએ 20.3 લાખ વાહનો રિકોલ કર્યા હતા. ત્યારપછી ઓટોપાયલટ એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમમાં સલામતીના નવા પગલાં સ્થાપિત કરવા માટે રિકોલ હાથ ધરવામાં આવી હતી. આ તે સમયની સૌથી મોટી રિકોલ હતી.
ટેસ્લાની નવી સાયબર ટ્રક પણ રિકોલ લિસ્ટમાં છે:
ટેસ્લા તેની સ્વાયત્ત ડ્રાઇવિંગ સહાય માટે NHTSA દ્વારા તપાસ હેઠળ છે. NHTSAએ જણાવ્યું હતું કે હાલમાં જે વાહનોને પાછા બોલાવવામાં આવી રહ્યા છે તેમાં ટેસ્લાના મોડલ એસ, મોડલ એક્સ તથા 2017 થી 2023 વચ્ચે બનેલ મોડલ 3, મોડલ વાય અને 2024 સાયબર ટ્રક સામેલ છે.
યુએસ રેગ્યુલેટરે કહ્યું કે ટેસ્લાએ આ સમસ્યાને ઠીક કરવા માટે મફતમાં ’ઓવર-ધ-એર સોફ્ટવેર અપડેટ’ જારી કરવાનું શરૂ કર્યું છે. રિકોલ રિપોર્ટ અનુસાર, આ અપડેટ બ્રેક, પાર્ક અને એન્ટીલોક બ્રેક સિસ્ટમ (ABS) વિઝ્યુઅલ વોર્નિંગ ઈન્ડિકેટર્સના લેટર ફોન્ટ સાઈઝમાં વધારો કરે છે. વાસ્તવમાં, નાના ફોન્ટ સાઈઝવાળી ચેતવણી લાઈટો ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ પરની મહત્વપૂર્ણ સલામતી માહિતી વાંચવી મુશ્કેલ બનાવી શકે છે, અકસ્માતનું જોખમ વધારે છે.