CEO સેમ ઓલ્ટમેને કહ્યું: નો થેન્ક્યૂ, તમે ઇચ્છો તો અમે ટ્વિટરને ચોક્કસ ખરીદી લઈશું
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.11
ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈને 97 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી છે. આ ઓફર મસ્કની રોકાણ કંપની દ્વારા કરવામાં આવી છે. મસ્કના વકીલ માર્ક ટોબેરોફે જણાવ્યું હતું કે મસ્ક અને તેમના પોતાના AI સ્ટાર્ટઅપ xAI અને રોકાણ કંપનીઓ OpenAI ખરીદવા માગે છે. તેને નોન-પ્રોફિટ રિસર્ચ લેબ બનાવીને ચેરિટેબલ મિશન બનાવવા ઇચ્છે છે. મસ્કની ઓફરને નકારી કાઢતા, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને ડ પરની એક પોસ્ટમાં કહ્યું – નો થેક્યૂ, પણ જો તમે (મસ્ક) ઈચ્છો તો, અમે ટ્વિટર (હવે ડ) ને 9.74 બિલિયનમાં ખરીદીશું. ઓપનએઆઈ સત્તાવાર રીતે 11 ડિસેમ્બર, 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. પછી તેની શરૂૂઆત ઈલોન મસ્ક, સેમ ઓલ્ટમેન, ગ્રેગ બ્રોકમેન, ઇલ્યા સુત્સ્કીવર, વોજસીચ ઝરેબા, જોન શુલમેન જેવા ટેકનિકલ નિષ્ણાતો અને AI સંશોધકો દ્વારા કરવામાં આવી. વર્ષ 2024માં કંપની માટે 57,167 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કંપનીનું મૂલ્યાંકન 13.60 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
- Advertisement -
ઓપનએઆઈનો ઉદ્દેશ્ર્ય ફક્ત નફો કમાવવાનો નથી. ઓપનએઆઈ હવે ’કેપ્ડ-પ્રોફિટ’ મોડેલ પર પણ કાર્ય કરે છે. આનો અર્થ એ થયો કે રોકાણકારો ફક્ત મર્યાદિત નફો જ કમાઈ શકે છે. ઘાયક્ષઅઈંએ 2020માં ૠઙઝ-3 લોન્ચ કર્યું, જે ભાષા સમજી શકે અને માણસોની જેમ લખી શકતું હતું. જાન્યુઆરી 2021માં OpenAIએ ઉફહહ-ઊ લોન્ચ કર્યું, જે જનરેટિવ અઈં મોડલ છે. તે યુઝર દ્વારા લખવામાં આવેલા ટેક્સ્ટના આધારે ફોટો બનાવે છે. કંપનીની સૌથી પ્રસિદ્ધ પ્રોડક્ટ OpenAI નવેમ્બર 2022માં રિલીઝ થઈ હતી. તેને વિશ્ર્વનો સૌથી એડવાન્સ ચેટબોટ કહેવામાં આવતું હતું, કારણ કે તેમાં યુઝર્સને દરેક વિષયનો જવાબ આપવાની ક્ષમતા હતી. લોન્ચ કર્યાના માત્ર 5 દિવસમાં OpenAIએ 10 લાખ યુઝર્સ પાર કરી દીધા. આ સાથે, તે AI આધારિત એપ્સની દુનિયામાં સૌથી ઝડપી લોકપ્રિય થમાની પ્રોડક્ટ બની ગઈ. ઇલોન મસ્કે 27 ઓક્ટોબર 2022 ના રોજ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) ખરીદ્યું. આ સોદો 44 અબજ ડોલરમાં થયો હતો. આજના દરો મુજબ, આ રકમ 3.6 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
ત્યારથી, પ્લેટફોર્મમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મસ્ક ડ ને ’એવરીથિંગ એપ’ બનાવવા માંગે છે. 27 ઓક્ટોબર, 2022 ના રોજ ટ્વિટર ખરીદ્યા પછી, મસ્કે પહેલા કંપનીના ચાર ટોચના અધિકારીઓને કાઢી મૂક્યા. આમાં સીઈઓ પરાગ અગ્રવાલ, ફાઇનાન્સ ચીફ નેડ સેગલ, કાનૂની અધિકારીઓ વિજયા ગડ્ડે અને સીન એજેટનો સમાવેશ થાય છે. જ્યારે મસ્કે ડનો કબજો સંભાળ્યો ત્યારે તેની પાસે લગભગ 7,500 કર્મચારીઓ હતા, પરંતુ હવે ફક્ત 2,500 કર્મચારીઓ જ બાકી રહ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવિત 500 બિલિયન સ્ટારગેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર ટેસ્લાના બોસ એલોન મસ્ક અને ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન આમને-સામને આવી ગયા છે. ઈલોન મસ્કે સોફ્ટબેંકની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા છે. આ દરમિયાન સેમ ઓલ્ટમેને સ્ટારગેટનો બચાવ કર્યો, મસ્કના મૂલ્યાંકનને ખોટું ગણાવ્યું. સેમ ઓલ્ટમેન આ પ્રોજેક્ટમાં ભાગીદાર છે, જ્યારે એલોન મસ્ક ટ્રમ્પ વહીવટનો એક મહત્વપૂર્ણ ભાગ છે.