જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા દળોને બાંદીપોરામાંથી IED મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય સેનાના જવાનો આતંકવાદીઓના નિશાના પર હતા.
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા દળોને બાંદીપોરા રોડ નજીક અહસ્ટિંગો વિસ્તારમાંથી એક IED મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આ IED વિસ્ફોટકને પ્લાન્ટ કર્યો હતો, જેથી જ્યારે ભારતીય જવાનો આ માર્ગ પરથી પસાર થાય ત્યારે વિસ્ફોટ કરી શકાય. જો કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું અને IED શોધી કાઢ્યો. હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ(bomb disposal squad) IEDને ડિફ્યુઝ કરવા અને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
- Advertisement -
આ પહેલા પણ આતંકીઓ કરી ચૂક્યા છે અનેક કાવતરા
વાસ્તવમાં, આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ IED પ્લાન્ટ કર્યો હોય, પરંતુ આ પહેલા પણ આતંકવાદીઓ સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આવા કાવતરા કરી ચૂક્યા છે. તાજેતરમાં બુધવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં સુરક્ષા દળોને જંગલમાંથી એક બેગમાં રાખેલા ત્રણ IED વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ રીતે સુરક્ષા દળોએ આતંકવાદીઓના સંભવિત વિસ્ફોટના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.
Jammu & Kashmir | IED detected on Bandipora-Sopore road between Badyara and Kanbathi villages in Bandipora district; Bomb Disposal Squad called in.
Vehicular movement on the road has been halted as a precautionary measure. pic.twitter.com/b5kDg4ShZo
- Advertisement -
— ANI (@ANI) October 15, 2022
ત્રણ પુલના મળી આવ્યા હતા ફોટોગ્રાફ્સ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેગમાંથી વિસ્ફોટકો સિવાય ત્રણ પુલના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા, જેનાથી એવું લાગે છે કે આ પુલ આતંકવાદીઓના નિશાન પર હતા. તેમણે કહ્યું કે, સેના અને પોલીસની ટીમને બુધવારે મોડી રાત્રે આ બેગ ગૂલ સબ-ડિવિઝનના સાંગલદાનના બશારા-ધરમ જંગલોમાંથી મળી આવી હતી. જેમાં વિસ્ફોટકોના છ પેકેટ, 49 કારતૂસ, એક-એક સેફ્ટી ફ્યુઝ, બેટરી અને ડિટોનેટર અને 20 મીટર લાંબો વાયર પણ હતો.
કઠુઆમાંથી પણ ત્રણ IED, સ્ટીકી બોમ્બ જપ્ત
આ પહેલા 8 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ત્રણ IED અને સ્ટીકી બોમ્બ મળી આવ્યા હતા. જમ્મુ ક્ષેત્રના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) મુકેશ સિંહે જણાવ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના એક આતંકીની 2 ઓક્ટોબરે કઠુઆમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ બાદ આ સામગ્રીઓ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બિલાવર ગામનો આતંકવાદી ઝાકિર હુસૈન ભટ ઉર્ફે ઉમર ફારૂક વિવિધ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા પાકિસ્તાનથી સક્રિય જૈશ-એ-મોહમ્મદની સાથે સંપર્કમાં હતો અને તેને જમ્મુ ક્ષેત્રમાં હુમલો કરવા માટે IED અને સ્ટીકી બોમ્બનું એક કન્સાઈનમેન્ટ મળ્યું હતું.