સુરક્ષાદળોએ જમ્મૂના જ્યૌડિયા ક્ષેત્રના પટવાર છન્ની દિવાનૂના નજીક રવિવારના સવારે ડ્રોનથી હથિયારો સપ્લાય કરતા બે પેકેટ કબ્જે કર્યા છે, અને મોટા આતંકી હુમલાને નાકામ બનાવ્યો હતો. આ પેકેટમાં 6 બેટરી સંચાલિત ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ, એક પિસ્તોલ, કારતૂસ, અને 35 હજાર રૂપિયાની ભારતીય મુદ્રા રાખી હતી. જે ખેતરમાંથી આ સામાન મળ્યો છે, તે નિયંત્રણ રેખાની નજીક છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ હથિયારો આતંકીઓને મોકલવા માટે હતા. આ વિસ્તારમાં શનિવારના સુરક્ષાદળોને ઘુસરખોરી કરતા રોકવા માટે 2 આતંકીઓને ઠાર માર્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારના હથિયારોના પેકેટને સવારે લગભગ 7:50 વાગ્યે ખૌર ક્ષેત્રના ચન્ની દિવાનો ગામમાં એક ખુલ્લા મેદાનમાં જોવા મળ્યા હતા. સેના અને પોલીસે તરત જ એક સંયુક્ત અભિયાન ચલાવીને અને બમ નિરોધકની મદદથી પેકેટ ખોલ્યા હતા, જેમાં 6 આઇઇડી, એક 9-એમએમ ઇઠલીમાં બનેલી ગન, ત્રણ મૈગેઝીન, 30 રાઉન્ડ, 1 હેન્ડ ગ્રેનેડ, 35000 રોકડા, 1 ટેપ, રિલીજીંગ કાર્ડ, જિપ ટાઇટ પ્લાસ્ટિક લોક કાઢયો હતો. સામાનને જપ્ત કર્યા પછી સેના અને પોલીસે સઘન તપાસ અભિયાન ચલાવ્યું હતું. પોલીસ તપાસમાં જોડાયેલી છે કે, આ હથિયારો શેના માટે મોકલવામાં આવ્યા હતા.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાડોસી દેશમાં બેઠેલા આતંકી કેટલીય રીતથી કોશિશિ કરી રહ્યા છે. ગત રાતના વિસ્તારના હમીરપુર ક્ષેત્રમાં ભારતીય સેનાને સીમા પારથી કરવામાં આવેલી ઘુસણખોરીની કોશિશને નાકામ બનાવતા બે આતંકીઓને ઠાર માર્યા હતા. પાકિસ્તાનથી આવેલા ડ્રોન સીમા પરથી હથિયાર અને નશો મોકલી રહ્યા છે, પરંતુ જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સેનાની સતર્કતાથી તેમની દરેક પ્રયત્ન નિષ્ફળ નિવડી રહ્યો છે.
હથિયારોના પેકેટ મળવાથી વિસ્તારમાં ભય છવાયો
ખેતરમાં જે જગ્યાએથી પેકેટ મળ્યા, તેના કેટલાક દૂર જ ગામ આવેલું છે. લોકોનું કહેવું છે કે, આ ક્ષેત્રમાં દિન-પ્રતિદિન વધી રહેલા આ ઘટડનાઓથી ડરનો માહોલ છે. પોલીસનું કહેવું છે કે, તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે. તેમને આશંકા છે કે, આ વિસ્તારમાં જ આતંકીઓનો કોઇ મદદગાર છે. તેમને જલ્દી જ પકડવામાં આવશે. જણાવી દઇએ કે, લોઆકી ખડ્ડથી પણ કેટલાક દિવસ પહેલા એક પેકેટ મળ્યું હતું.