ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરના ઇમ્ફાલમાં હિંસા થોભવાનું નામ નથી લઇ રહી. મેટાઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે.લોકોના ઘરો સળગાવવા,હત્યાઓ કરવાનું પ્રમાણ વધતું જાય છે.ત્યારે મણીપુરના કાંગપોકી અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સરહદ પર સ્થિત એક ગામમાં આતંકવાદીઓ સુરક્ષા કર્મચારીઓના વેશમાં આવી સર્ચ ઓપરેશનના બહાને ઘરમાંથી 3 લોકોને બહાર બોલાવી તેમની પર ગોળીબાર કર્યો હતો અને તેમની હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓ મેઇતેઈ સમુદાયના હોવાનું માનવામાં આવે છે. ગોળીબારનો અવાજ સાંભળતા જ સુરક્ષા કર્મીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.પરંતુ કમનસીબે આતંકવાદીઓ નાસી ગયા હતા.
મણિપુરની કુલ વસ્તીમાં મેઇતેઈ સમુદાયની વસ્તી લગભગ 53 ટકા છે. મેઇતેઈ સમુદાયના લોકો મોટાભાગે મણિપુરની ઈમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી સમુદાય લગભગ 40 ટકા લોકો નાગા અને કુકી સમુદાયના લોકો છે. તેમની વસ્તી મોટે ભાગે મણિપુરના પહાડી જિલ્લાઓમાં રહે છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને મેઇતેઇ સમુદાય વતી જઝનો દરજ્જો આપવાની માંગણી પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો.
- Advertisement -
આ આદેશ બાદ આદિવાસી સંગઠનોએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચ કાઢી હતી. આ કૂચ બાદ કુકી અને મેઇતેઈ સમુદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.ત્યારે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકી જિલ્લાની સરહદ પર આવેલા ખોકેન ગામમાં પહોંચેલા આતંકવાદીઓ સુરક્ષા દળોના યુનિફોર્મમાં આવી સર્ચ ઓપરેશનના બહાને 3 લોકોને ઘરની બહાર બોલાવી ગોળીબાર કર્યો હતો.આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે.જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.