ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ કાશ્મીરમાં એક આતંકી હુમલામાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. આ હુમલો બારામુલ્લામાં થયો હતો. રાત્રીના સમયે આતંકીઓએ અહીંના કોર્ટરોડ પર એક દારુની દુકાન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં જે પણ લોકો ઘવાયા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં એકનું મોત નિપજ્યું હતું. જે ચાર લોકો આ હુમલામાં ઘવાયા તે આ દારુની દુકાન ચલાવતા હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું હતું. હાલમાં જ આ દુકાન ખોલવામાં આવી હતી, જેમાં આતંકીઓએ આ ગ્રેનેડ ફેકીને હુમલો કર્યો હતો.પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે બડગામમાં લશ્કરે તોયબાના બે આતંકીઓ ઝડપાયા હતા. બડગામમાં સુરક્ષા જવાનો દ્વારા ચેકપોઇન્ટ પર સુરક્ષા આપવામાં આવી રહી હતી તે સમયે ઝાહીદ અહેમદ અને સાહીલ બશીર દારની ધરપકડ કરવામાં આવી હતી. જે દરમિયાન હેન્ડગ્રેનેડ, વિસ્ફોટક સામગ્રી અને બે પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી.