પુલવામાના ગદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો. આ આતંકી ઘટનામાં એક મજૂરનું મોત થઇ ગયું અને બે અન્ય ઇજાગ્રસ્ત થઇ ગયા.
જમ્મુ કાશ્મીરથી બંધારણની કલમ 370 હટાવવાની વર્ષગાંઠ પહેલા પુલવામામાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં મજૂરોના એક ઘરની બહાર ગ્રેનેડ ફેંકવાની ઘટનામાં એક મજૂરનું મોત થઇ ગયું છે. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. સેનાએ આ આખા વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.
- Advertisement -
Terrorists hurled grenade on outside labourers in Gadoora area of Pulwama. In this terror incident, one labourer died and two others were injured. Area cordoned off. Further details shall follow: Jammu & Kashmir Police
— ANI (@ANI) August 4, 2022
- Advertisement -
અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર, આ ઘટનામાં જે મજૂરનું મોત થયું છે, તે બિહારનો રહેવાસી મુસ્લિમ વ્યક્તિ છે. આ ઘટના એટલા માટે પણ મહત્વની છે કારણ કે કાલે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવાની ચોથી વર્ષગાંઠ છે. કેન્દ્ર સરકારે 370ને વર્ષ 2019માં 5 ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી.
મૃતક અને ઇજાગ્રસ્તોની થઇ ઓળખ
મૃતકની ઓળખ બિહારના રહેવાસી મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે. ઇજાગ્રસ્તોની ઓળખ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ તરીકે થઈ છે. જેઓ બિહારના રામપુરના રહેવાસી છે. બંનેની હાલત સ્થિર છે.