ગુજરાત ATSનો મોટો ખુલાસો
જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાથી યુવાનોને ભડકાવતો; નવસારી પંથકના યુવકો રડારમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત અઝજ દ્વારા ઝડપાયેલા આતંકી ફૈઝાનની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન ‘લોન વુલ્ફ’ (એકલા હાથે હુમલો કરવો) તરીકે વ્યક્તિગત હુમલો કરવાની પેરવીમાં હતો. તે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિબંધિત આતંકી સંગઠનો જેવા કે જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારા ફેલાવી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ માટે આ બાબત ચિંતાનો વિષય બની છે કારણ કે આવા હુમલાખોરો કોઈ મોટા નેટવર્ક વગર સીધા હુમલો કરતા હોય છે.
ફૈઝાન સોશિયલ મીડિયા મારફતે અનેક શંકાસ્પદ યુવકોના સંપર્કમાં હતો. ખાસ કરીને નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં તે યુવાનોમાં હિન્દુઓ પ્રત્યે નફરત અને કટ્ટરતા ઉભી કરવાના પ્રયાસો કરતો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરી ત્યાં સશસ્ત્ર કાર્યવાહીઓ માટે યુવાનોને તૈયાર કરવાનો હતો. તે યુવકોને હિંસક કાર્યો માટે પ્રેરણા આપી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં જોતરતો હતો.
હાલ ગુજરાત અઝજ ફૈઝાનના સંપર્કમાં આવેલા અન્ય શંકાસ્પદ યુવકોની યાદી તૈયાર કરી રહી છે. આગામી દિવસોમાં આ યુવકોની પણ કડક પૂછપરછ કરવામાં આવશે.
આ તપાસ દ્વારા આતંકવાદી ગ્રુપ યુવાનોને કેવી રીતે ભડકાવે છે અને ડિજિટલ માધ્યમનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કેવી રીતે થાય છે, તેની મહત્વપૂર્ણ કડીઓ સુરક્ષા એજન્સીઓને હાથ લાગી છે.



