મોટી સંખ્યામાં લોકોને મારી શકાય એવું ઝેર બનાવવાનો પ્લાન હતો
ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટા રિકવર થયા બાદ રહસ્યો ખુલશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગાંધીનગર નજીકથી ગુજરાત અઝજએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઈરાદાઓનો ખુલાસો થયો હતો. ડો. અહેમદ સૈયદ નામનો હૈદ્રાબાદનો આતંકી સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત ATSની એક ટીમ હૈદરાબાદ તેના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરીયલ્સનો જથ્થો મળી આવ્યો છે. જે એટીએસ દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
ગુજરાત ATS દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત ATSની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અઝજની ટીમો પણ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે.
ATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે.
અઝજની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત અઝજની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે.
જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર દરોડા
- Advertisement -
જમ્મુ-કાશ્મીર પોલીસે આજે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી OGW વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે ખીણપ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા. પોલીસે જણાવ્યું કે છેલ્લા ચાર દિવસ દરમિયાન, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં jei (ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ), JKNOPs (જમ્મુ અને કાશ્મીર નેશનલ ઑપરેશન પ્લાન), અગાઉ એન્કાઉન્ટર થયેલા સ્થળો અને સક્રિય તથા ઠાર કરાયેલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર 400થી વધુ ઘેરાબંદી અને તલાશી અભિયાન ચલાવવામાં આવ્યા છે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે શોપિયાં, કુલગામ, બારામુલા અને ગાંદરબલ જિલ્લાઓ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા અને તલાશી ઉંયઈં સભ્યો અને તેમના સહયોગીઓના નિવાસસ્થાનો અને પરિસરો પર કરવામાં આવી હતી. આ કાર્યવાહી પાયાના સ્તરે આતંકવાદી ઇકોસિસ્ટમ અને તેના સહાયક માળખાને તોડી પાડવાના સતત પ્રયાસોનો એક ભાગ છે. હાલ ઓપરેશન ચાલુ છે અને વધુ તપાસ ચાલી રહી છે.
સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલી રહેલી એક કારમાં આ ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ધમાકામાં 12 લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.



