સેના પર સીધો ‘ઘાત’ લગાવી હુમલાથી ચિંતા વધી: કાશ્મીરમાં માહોલ ખરાબ છે તે દર્શાવવા હુમલો થયાનો સંકેત
કાશ્મીર ખીણમાં ગઈકાલે ત્રાસવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા તેમાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રટ નામના નવા સંગઠને જવાબદારી સ્વીકારી છે જે જૈશ એ મોહમ્મદ સમર્થીત હોવાનું મનાય છે. કાશ્મીરમાં હવે ત્રાસવાદીઓ કોઈ જેહાદી કે ઈસ્લામીક સંગઠનના બદલે એન.જી.ઓ. જેવા નામ સાથે સંગઠન રચીને યુવાનોને ફકત ‘અન્યાય’ સામે અવાજ ઉઠાવવાનો છે
- Advertisement -
તેવું જણાવીને પછી તબકકાવાર તેમના બ્રેઈન વોશ કરીને આતંકી પ્રવૃતિમાં જોડાતા હોવાનું મનાય છે. આ પીએએફએફ સંગઠન 2019માં પ્રોકસી આઉટફીટ તરીકે જાહેર થયું હતું જેને જૈશ એ મોહમ્મદનું સમર્થન છે તે સમયાંતરે સરકાર અને સેનાને ધમકીઓ પણ આપે છે અને તે જી-20ની મે માસમાં મળનારી બેઠક પુર્વે જ આ હુમલો કર્યો તે સૂચક છે.
કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં તા.22થી24 મળનારી છે. જે શ્રીનગર ઉપરાંત લેહમાં મળશે અને તે ટુરીઝમ પર છે જેની સામે માર્ક પણ વિરોધ કર્યો છે અને તે આ બેઠકમાં ભાગ લેશે નહી તેવી જાહેરાત કરી છે પણ લાંબા સમય પછી આ રીતે સૈન્ય જવાનો પર ઘાત લગાવી કરાયેલ હુમલા બાદ હવે સુરક્ષાના નવા પગલા આવશે.
સેનાના કાફલા પર ત્રણ તરફથી હુમલો થયો હતો
- Advertisement -
ગઈકાલે પુંછ પાસે રાષ્ટ્રીય રાઈફલના જવાનોના વાહન પર થયેલા ત્રાસવાદી હુમલામાં ગુપ્તચર વિભાગ સંપૂર્ણપણે ઉંઘતુ ઝડપાયુ છે અને ગઈકાલે આતંકવાદીઓએ બાટા દોરીયા વિસ્તારમાં ધોરીમાર્ગ પરથી આવી રહેલા સૈન્યના વાહન પર ત્રણ તરફથી ગોળીબાર કર્યો હતો અને બાદમાં ગ્રેનેડ દાગતા સેનાનું વાહનના ફુરચા ઉડી ગયા હતા. ત્રાસવાદીઓએ પહેલા ગોળીબાર કરીને સેનાના વાહનની ઈંધણની ટાંકીમાં આગ લગાડી હતી ત્યારબાદ ગ્રેનેડ ફેકતા જબરો વિસ્ફોટ થયો હતો જેમાં પાંચ જવાનો માર્યા ગયા હતા.