પથ્થર ભરેલી ટ્રકો પલ્ટી મારવાના બનાવો છતાં કાર્યવાહીનો અભાવ : તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા-જાફરાબાદ પંથકમાં મોટા પથ્થરો ભરીને બેફામ દોડતી ઓવરલોડ ટ્રકો અકસ્માતનો ભય ઉભો કરી રહી છે. તાજેતરમાં વાંઢ નજીક એક પથ્થર ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ ટ્રકો ભાકોદર ગામ નજીક કગૠ કંપનીની જેટી માટે પથ્થરો લાવી રહી છે.
વર્ષોથી ચાલતી આ ઓવરલોડ હેરાફેરી સામે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે. ચાર મહિના પહેલા પત્રકાર પ્રતાપભાઇ વરૂએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેનાથી રાજકીય ઈશારાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. પ્રતાપભાઇ વરૂએ છઝઘ, ટ્રાફિક, ખાણ ખનીજ અને પોલીસ વિભાગને સંયુક્ત કાર્યવાહી કરી ઓવરલોડ ટ્રકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
રાજુલા-જાફરાબાદ પંથકમાં મહાકાય પથ્થર, મીઠું અને કાંકરી ભરેલા ઓવરલોડ વાહનો સતત પસાર થઈ રહ્યા હોવા છતાં તંત્રને ધ્યાને ન આવવું આશ્ચર્યજનક છે. આ બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતનો ભય સતત વર્તાઈ રહ્યો છે.
પ્રતાપભાઇ વરૂએ આરટીઓ, જિલ્લા ટ્રાફિક વિભાગ, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગની ટીમે સાથે મળીને ઓવરલોડ ટ્રકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
- Advertisement -
ઓવરલોડ ટ્રકોનો આતંક: રાજુલા-જાફરાબાદમાં પથ્થર, મીઠું, કાંકરી ભરેલી ઓવરલોડ ટ્રકો બેફામ દોડે છે.
અકસ્માતનો ભય: ભારે વહન અને બેફામ ગતિને કારણે નાના વાહનચાલકોને અકસ્માતનો ડર.
તાજેતરનો બનાવ: વાંઢ ગામ નજીક એક પથ્થર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો, જેનાથી માર્ગ કલાકો સુધી બંધ રહ્યો.
તંત્રની નિષ્ક્રિયતા: ચાર મહિના પહેલા મુખ્યમંત્રીને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં, રાજકીય ઇશારાની શંકા.