વાદર જિલ્લામાં અંકારા ડેમ વિસ્તારમાં લેન્ડ માઈન્સ દૂર કરતા સૈનિકો પર ગોળીઓ વરસાવાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ કરાચી, તા.02
- Advertisement -
અશાંતિગ્રસ્ત બલુચીસ્તાનમાં અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરી પાકિસ્તાનના 2 સૈનિકોને મારી નાખ્યા હતા, જ્યારે અન્ય 4ને ભારે ઈજાઓ થઈ હતી. બલુચીસ્તાનના અંકારા ડેમ એરિયા પાસેના વિસ્તારમાં પાકિસ્તાન ભૂમિદળના સૈનિકો લેન્ડ માઈન્સ શોધી તેને નિષ્ક્રિય કરી ખસેડી રહ્યા હતા ત્યારે અજાણી બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં બે સૈનિકોનાં મૃત્યુ થયા હતા જ્યારે અન્ય 4ને ગંભીર ઈજાઓ થઈ હતી.રવિવારે સાંજે બનેલી આ ઘટનાના અહેવાલો આજે સવારે પાકિસ્તાનનાં વર્તમાનપત્ર ’ડોન’માં પ્રસિદ્ધ થયા છે.આ અંગે વધુ માહિતી આપતા ગ્વાદરના એસ.એસ.પી. મોહસીન ઝોઐબે પત્રકારોને જણાવ્યું હતું કે, ’ગ્વાદર બંદરથી 25 કિ.મી. દૂર આ ઘટના બની હતી.’ તે ફાયરિંગમાં 2 સૈનિકોનાં મૃત્યુ થયા હતા અને અન્ય ચારને ઇજાઓ થઈ હતી.વધુમાં જાણવા મળ્યું છે કે તે હુમલાખોરોને શોધી કાઢવા વ્યાપક રીતે સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. જોકે હજી સુધી કોઈ આતંકી જૂથે આ હુમલા અંગે જવાબદારી લીધી નથી. પરંતુ અલગતાવાદી બલુચીસ્તાન લિબરેશન આર્મી એ ગ્વાદર અને આસપાસ થયેલા મોટાભાગના હુમલાઓની જવાબદારી લીધી હતી. આ બીએલએ ચીનની કાર્યવાહીનો પણ વિરોધ કરતાં કહે છે કે, ’ચીન અને પાકિસ્તાન ખનિજ સમૃદ્ધ લેવા અમારા દેશમાંથી ખનિજો લૂંટી રહ્યાં છે.