કેટેગરી પ્રમાણેના સ્ટોલના ભાવો અને લે-આઉટ કલેકટર સમક્ષ મૂકાયા
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લાં બે વર્ષથી કોરોનાને પગલે વહિવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ફરી તા. 17થી 21 ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ યોજાશે.
- Advertisement -
સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. દર વર્ષે રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળાનો પ્રારંભ રાંધણ છઠ્ઠના દિવસે કરવામાં આવતો અને દસમ સુધી એટલે કે પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકો મેળો માણવા આવતા હોય છે ત્યારે હવે સ્ટોલધારકોને પણ આ વર્ષે સારી એવી રોજગારીની તકો મળશે. આમ જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ માટે તા. 26થી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
તા. 26થી જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે, જેના માટે કેટેગરી વાઈઝ સ્ટોલના ભાવ અને લે-આઉટ આખરી બહાલી માટે કલેકટર અરૂણ મહેશ બાબુ સમક્ષ મૂકવામાં આવ્યા છે. આમ તા. 26થી સ્ટોલ મેળવવા માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે જેની નોંધ સ્ટોલધારકોએ લેવી.