લુઇસિયાના અને ઉતાહની કોર્ટોએ ગર્ભપાત પરના પ્રતિબંધ પર અસ્થાયી રોક લગાવી
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગર્ભપાતનો કાયદાકીય અધિકાર આપતો 50 વર્ષ જૂનો ચુકાદો બદલી નાખીને મહિલાઓ પાસેથી ગર્ભપાતનો કાયદાકીય અધિકાર પરત લઇ લીધો છે. અમેરિકામાં ગર્ભપાત અંગેની આ લડાઇ હવે સુપ્રીમ કોર્ટમાંથી વિવિધ રાજ્યોની કોર્ટોમાં પહોંચી ગઇ છે.
- Advertisement -
લુઇસિયાના અને ઉતાહની કોર્ટોએ ગર્ભપાત પરના પ્રતિબંધ પર અસ્થાયી ધોરણે રોક લગાવી દીધી છે. જ્યારે સાઉથ કેરોલાઇનાની એક ફેડરલ કોર્ટે જણાવ્યું છે કે ગર્ભધારણના છ સપ્તાહ પછી ગર્ભપાત કરાવી ન શકાય.