ખાસ-ખબર સંવાદદાતા
સુરેન્દ્રનગર સહિતના જીલ્લાઓના માર્ગો પરથી પસાર થતા વાહનોમાં એકાએક આગ લાગવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે હળવદ તાલુકાના સુંદરગઢથી કડીયાણા વચ્ચે શનિવારે લાકડા ભરેલો ટેમ્પો પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ટેમ્પોમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી અને ટેમ્પોમાં લાકડા ભરેલા હોવાથી આગે થોડી વારમાં જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગના બનાવની સૌપ્રથમ હળવદ પોલીસ સ્ટેશનને માહિતી મળતાં તાત્કાલિક અસરથી હળવદ ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક કરી કડીયાણા રવાના કરાઇ હતી અને સમય સૂચકતા વાપરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આ બનાવ અંગે વધુમાં ફાયર ઓફિસર રોહિત મહેતાએ જણાવ્યું હતું કે, યોગ્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવવામાં આવતા આગ કાબૂમાં આવી હતી જેના કારણે મોટી જાનહાની ટળી હતી.
હળવદના કડિયાણા નજીકથી પસાર થતા ટેમ્પોમાં અચાનક આગ લાગી, જાનહાનિ ટળી
