અદાણીના દાન મામલે વિપક્ષોએ રાહુલ ગાંધીને નિશાન બનાવતા તેલંગાણા સરકારનો નિર્ણય
અમેરિકાના વકીલોએ અદાણી ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને અદાણી ગ્રૂપના 100 કરોડ રૂપિયાનું ફંડિંગ ફગાવી દીધું છે.
- Advertisement -
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું છે કે, યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે રાજ્ય સરકારે અદાણી ગ્રુપ સહિત કોઈપણ સંસ્થા પાસેથી કોઈ પૈસા કે દાન લીધું નથી. રેડ્ડીએ કહ્યું, તેલંગાણા સરકારે અદાણી જૂથને પત્ર લખ્યો છે કે સ્કિલ યુનિવર્સિટી માટે આપવામાં આવેલ 100 કરોડ રૂપિયાનું દાન સ્વીકારવામાં આવશે નહીં. તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે ટેન્ડરો મંગાવા જોઈએ. યોગ્ય વ્યવસ્થિત પ્રક્રિયા સાથે લોકતાંત્રિક રીતે ટેન્ડરોની ફાળવણી કરવામાં આવશે. પછી તે અદાણી, અંબાણી કે ટાટા હોય. CM એ કહ્યું, ઘણી કંપનીઓએ યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીનફંડ આપ્યું છે. તેવી જ રીતે અદાણી ગ્રુપે પણ 100 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી છે. હું રાજ્ય સરકારના નિર્ણયને પુનરોચ્ચાર કરવા માંગુ છું કે તે અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડ રૂપિયા લેશે નહીં.
18 ઓક્ટોબરે ગૌતમ અદાણીએ યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના માટે રેડ્ડીને 100 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ દાનની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી હતી. ભાજપ અને બીઆરએસએ કોંગ્રેસ પર અદાણી વિશે બે વાતો કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી આખો દિવસ ‘અદાણી અદાણી’ની બૂમો પાડે છે. જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી આગળ વધીને ગૌતમ અદાણી પાસેથી ‘દાન’ લે છે.