તેજસ્વીનો દાવો- મહિલાઓને 10 હજારની લાંચ આપવામાં આવી રહી છે, ચૂંટણીપંચ મૌન છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
તેજ પ્રતાપ યાદવને વૈશાલીના મહનાર વિધાનસભા ક્ષેત્રમાં વિરોધનો સામનો કરવો પડ્યો. આરજેડી સમર્થકોએ તેજ પ્રતાપ યાદવને ભગાડ્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો. આરજેડી સમર્થકોએ “તેજસ્વી યાદવ ઝિંદાબાદ” અને “લાલટેન છાપ ઝિંદાબાદ”ના નારા લગાવ્યા હતા. આ ઘટના બુધવારે બની હતી અને આજે તેનો એક વીડિયો સામે આવ્યો છે.
- Advertisement -
ખરેખરમાં, તેજ પ્રતાપ યાદવ જનશક્તિ જનતા દળ (જેજેડી) ના ઉમેદવાર જયસિંહ રાઠોડના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધવા માટે મહનાર ગયા હતા.જેમ જેમ તેમનો કાફલો મહુઆ તરફ જઈ રહ્યો હતો, તેમ તેમ આરજેડીના સમર્થકોએ તેમને ઘેરી લીધા. ટોળાએ તેમને થોડે દુર સુધી ખદેડ્યા અને પથ્થરમારો કર્યો.
તેજસ્વીએ કહ્યું કે આચારસંહિતા હોવા છતાં, મહિલાઓને 10-10 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. ખુલ્લેઆમ લાંચ આપવામાં આવી રહી છે, ચૂંટણી પંચ આ અંગે કેમ ચૂપ છે?
આજે બિહારમાં 10 મોટી ચૂંટણી સભાઓ અને રેલીઓ યોજાવાની છે. જેમાં પીએમ મોદી દ્વારા બે, રાહુલ ગાંધી દ્વારા બે, અમિત શાહ દ્વારા ચાર અને જેપી નડ્ડા દ્વારા બે રેલીઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે ગઉઅનો ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડશે.



 
                                 
                              
        

 
         
         
        