તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, ત્યારે SITએ તિસ્તા આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટના કનેક્શનની તપાસ શરૂ કરી છે.
અગાઉ ઝાકિયાની ઊલટતપાસ કરવામાં આવી હતી
- Advertisement -
SITએ તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટના કનેક્શનની તાપસ શરૂ કરૂ છે. જેમાં બનાવટી દસ્તાવેજો ક્યાંથી મળ્યાં અને દસ્તાવેજોનું સંચાલન કેવી રીતે કર્યું, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે નિવેદન વાંચવાની મંજૂરી વિના 19 સાક્ષીઓની સહી લેવા મુદ્દે પણ SITએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝાકિયાની ઊલટતપાસ કરવામાં આવી હતી. જેમાં આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સાથે કામ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તે મુદ્દે તપાસ
જેથી ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા તે મુદ્દે અને સાક્ષીઓને કેવી રીતે શોધી કાઢ્યા હતા, તે મુદ્દે તપાસ કરવામાં આવશે. સાથે જ મુખ્ય કાવતરાખોર રાજકીય રીતે પ્રેરિત હતો કે નહીં તે મુદ્દે તપાસ કરીને નાણાકીય ફંડિંગની પણ તપાસ કરવામાં આવશે. ઉપરાંત સાક્ષીઓને નિવેદનો માટે ડરાવ્યા કે પૈસા આપ્યા તે મુદ્દે પણ SIT દ્વારા તપાસ કરવામાં આવશે.
- Advertisement -
ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો તિસ્તાનો ઉદ્દેશ-DCP, ક્રાઈમ બ્રાન્ચ
ઉલ્લેખનીય છે કે, તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે ક્રાઈમબ્રાન્ચે નિવેદન આપ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું કે, તિસ્તાનો ઉદ્દેશ્ય ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો.જેથી ષડયંત્ર ક્યાંથી અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, PI દર્શનસિંહ બારડ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આમણે બનાવટી દસ્તાવેજ બનાવવા પોતાના પાવરનો દુરૂપયોગ કર્યો હતો. ઉપરાંત તિસ્તા સેતલવાડ પોલીસને તપાસ દરમિયાન સહયોગ કરતાં નથી. જેથી આરોપીઓએ જ્યાં ડોક્યુમેન્ટ જમા કર્યાં છે, ત્યાં તપાસ કરવામાં આવશે. ઉપરાંત ટાન્સફર વોરંટથી સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવશે. તિસ્તા સેતલવાડ કોઈ ફરિયાદ હોય તો તે મેજિસ્ટ્રેટ સામે કરી શકે છે.
ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી
મહત્વનું છે કે, ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. જે બાદ તિસ્તા સેતલવાડને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. તિસ્તા વિરુદ્ધ 2002ના રમખાણો વખતે ખોટા ફડિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તિસ્તાની સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યાર બાદ ઇમ બ્રાન્ચે 14 દિવસ ના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે તિસ્તા સેતલવાડના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. શ્રી કુમારના પણ 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 5 દિવસ ના રિમાન્ડ બાદ 2 જુલાઈ ના રોજ કોર્ટમાં બંનેને રજુ કરવામાં આવશે.રથયાત્રા નો બંદોબસ્ત હોવાને કારણે 2 જુલાઈ ના રોજ રજૂ કરવામાં આવશે. તપાસ અધિકાર ની રજૂઆત બાદ 2 તારીખ સુધી કસ્ટડીમાં રાખી શકાશે તેના ઓર્ડર પણ કોર્ટ પાસેથી મેળવી લેવામાં આવ્યો છે.