આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દબદબા વચ્ચે ફરી એકવાર રમતજગતમાં સાબિત થઇ ગયું કે આજે પણ માનવ મગજ કમ્પ્યૂટર કરતાં પણ વધુ ઝડપી છે. ચેસની દુનિયામાં દરેક ફોર્મેટમાં પોતાની સર્વોપરિતા સાબિત કર્યા બાદ હવે વર્લ્ડ નંબર વન પ્લેયર નોર્વેના મેગ્નસ કાર્લસને ઓપનએઆઇની વાતચીત કરતી એઆઇ ચેટજીપીટીને એક મેચમાં હરાવીને સાબિત કરી દીધું હતુ કે, માનવીનું મન કેટલું શાર્પ છે.
આ મેચની ખાસ વાત એ હતી કે પાંચ વખતનાં વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને એક પણ પ્યાદા ગુમાવ્યાં નહતાં અને એઆઇને 53 ચાલમાં હાર માનવા મજબૂર થયું હતું.
- Advertisement -
ચેટજીપીટીને જણાવ્યું હતું કે તે ક્યાં ભુલ કરી
કાર્લસને એઆઈ વિશે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે તેને ખરેખર સારી શરૂઆત કરી હતી અને એક રસપ્રદ ચાલ રમી હતી, પરંતુ તે સારી રીતે રમ્યું ન હતું.” સાથે જ ચેટજીપીટીએ કાર્લસનની મજબૂત ટેકનિકની પ્રશંસા કરી હતી.

સ્ક્રીનશોટ શેર કરી જાણકારી આપી
કાર્લસને તેનાં વિરોધીના હાર માનવાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. કાર્લસને આ પોસ્ટને કેપ્શન આપ્યું છે: “હું ક્યારેક મુસાફરી કરતી વખતે કંટાળી જાઉં છું. સ્ક્રીનશોટમાં, ચેટજીપીટીને હાર સ્વીકારતા અને કહેતાં જોઈ શકાય છે કે “મારા બધા પ્યાદાઓ ચાલ્યા ગયા છે. તમે એક પ્યાદા ગુમાવ્યો નથી. તમે તમારી વિજયી શરત પૂરી કરી… નક્કી કર્યા પ્રમાણે, હું હાર માનું છું. તમે ખૂબ જ સચોટ અને પદ્ધતિસર રમ્યાં છો.
- Advertisement -
કાસ્પારોવ: વર્લ્ડ ચેમ્પિયન જે કમ્પ્યુટરથી હારી ગયા હતાં
આ પહેલીવાર નથી જ્યારે માનવ અને કમ્પ્યુટર વચ્ચે ચેસબોર્ડ સ્પર્ધા થઈ હોય. રશિયન ખેલાડી ગેરી કાસ્પારોવે સૌપ્રથમ વખત 1994માં ચેસ જિનિયસ નામના સુપર કોમ્પ્યુટર સાથે રમત રમી હતી.
પ્રથમ વારમાં કોમ્પ્યુટરે કાસ્પારોવને હરાવ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે કોઈ કમ્પ્યુટરે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો હતો. બીજી મેચ ડ્રોમાં પરિણમી હતી. 1995માં આ કમ્પ્યૂટરને કાસ્પારોવે હરાવ્યું હતું.
વિેશ્વનાથન આનંદે હરાવ્યું કોમ્યુટરને
પાંચ વખતનાં વર્લ્ડ ચેમ્પિયન ભારતનાં વિશ્વનાથન આનંદે પણ સુપર કોમ્પ્યુટરને હરાવીને બધાને ચોંકાવી દીધાં હતાં. 1994માં કાસ્પારોવે ચેસની જિનિયસને હરાવી હતી, ત્યારે આનંદે પણ આ કમ્પ્યૂટરને હરાવ્યું હતુ. આ પછી, 1997માં આનંદે ફરીથી પોતાનું શાસન સ્થાપ્યું અને ડીપ બ્લુ સુપર કમ્પ્યુટરને હરાવ્યું હતું.




