IPL 2023નો લીગ સ્ટેજ પૂરો થયો અને હવે 23મેથી પ્લેઓફ મેચો રમાશે
આવતીકાલથી ચેન્નાઈના એમ એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે ક્વોલિફાયર મેચો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ઈંઙક 2023નો લીગ સ્ટેજ પૂરો થઈ ગયો છે અને હવે 23 મેથી પ્લેઓફ મેચો રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ઈંઙક 2023ના લીગ તબક્કાના અંત પછી, ગુજરાત ટાઇટન્સ પ્રથમ સ્થાને રહી. જ્યારે બીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સ છે.
આ પછી લખનૌ સુપર જાયન્ટ્સ ત્રીજા નંબરે અને મુંબઈ ઈન્ડિયન્સ ચોથા નંબરે રહી. આવી સ્થિતિમાં પહેલું ક્વોલિફાયર ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે અને એલિમિનેટર લખનૌ અને મુંબઈ વચ્ચે રમાશે.
ઈંઙક 2023ની પહેલી ક્વોલિફાયર મેચ 23 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ એટલે કે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ખાતે રમાશે. જે આ મેચ જીતશે, તે ફાઇનલમાં પહોંચશે. આ સાથે જ હારનાર ટીમને ફાઇનલમાં જવાની વધુ એક તક મળશે. આ પછી 24 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. જે ટીમ આ મેચ હારશે તે બહાર થઈ જશે.
બીજી તરફ, વિજેતા ટીમ પહેલા ક્વોલિફાયરમાં હારેલી ટીમ સાથે બીજી ક્વોલિફાયર મેચ રમશે. આ પછી, પહેલું ક્વોલિફાયર હારી ગયેલી ટીમ અને એલિમિનેટર મેચ જીતનાર ટીમ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીજી ક્વોલિફાયર મેચ રમશે. બીજી તરફ 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલા ક્વોલિફાયરની વિજેતા ટીમ અને બીજા ક્વોલિફાયરની વિજેતા ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
પ્લેઓફ મેચોની લાઇવ સ્ટ્રીમિંગ વિગતો
ભારતમાં પ્લેઓફ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર થશે. બીજી તરફ, મોબાઈલ પર મેચ જોઈ રહેલા દર્શકો ઉંશજ્ઞ સિનોમાની એપ અને વેબસાઈટ પર મેચ જોઈ શકે છે. તમામ પ્લેઓફ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.