ટીમ ઇન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે ગઈકાલે પોતાના 28મા જન્મદિવસે પોતાની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઇ કરી હતી. અક્ષર પટેલે સોશિયલ મીડિયામાં સગાઇની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.
અક્ષર પટેલની સગાઇના અહેવાલો જાહેર થતા ટીમ ઇન્ડિયાના સાથી ખેલાડીઓએ અક્ષર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
વર્ષ 2021મા ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા અક્ષર પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ પ્રસંગે લખ્યું કે, ‘ આજથી મારા જીવનની આ નવી શરૂઆત છે. આજથી હંમેશા એક સતયહે રહીશું. તમને હંમેશા માટે પ્રેમ.’ આ તસવીરોમાં જોઈ શકાય છે કે, તે પોતાની ફિયાન્સીને રિંગ પહેરાવી રહ્યો છે.
- Advertisement -
અક્ષર પટેલે ખૂબ યાદગાર રીતે પોતાની મંગેતરને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. સગાઇ માટે અક્ષર પટેલે પોતાનો જન્મદિવસ પસંદ કર્યો હતો. તસ્વીરોમાં જોઈ શકાય છે કે, તેણે હાર્ટ શેપવાળી લાઇટ્સ અને વ્હાઇટ કલરના બલૂન્સ વાળું ડેકોરેશન જોઈ શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષર પટેલને સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી.